શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન
સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાની વેક્સિનને લઇને છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે આ મામલે ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મોટુ નિવેદન આપ્યુ છે. જીવલેણ કોરોનાને ખતમ કરવા માટે વેક્સિન ક્યારે આવશે તે અંગે સરકારના મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન શનિવારે કહ્યું કે, દેશમાં આ વર્ષના અંત સુધી ઘાતક કોરોના વાયરસની વેક્સિન આવી જશે. તેમને કહ્યું કે, આગામી ચાર મહિનામાં કૉવિડ-19ની વેક્સિન અવેલેબલ થવાની સંભાવના છે. મંત્રીએ બાદમાં હિન્દીમાં એક ટ્વીટ કરતા લખ્યું- ક્યાં સુધી આવશે કોરોનાની વેક્સિન? પત્રકારોના આ સવાલ પર મે આશા રાખી રાખી છે કે જો બધુ બરાબર રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન હાંસલ કરી લેશે.
સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે.
કૉવિડ-19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલ અનુસાર, ત્રીજા તબક્કમાં પ્રવેશ કરનારા વેક્સિન ઉમેદવારે પોતાના પરીક્ષણનો પ્રારંભિક તબક્કામાં ઉત્સાહપૂર્વક પરિણામ મેળવ્યુ છે, અન્ય બે ઉમેદવારો વેક્સિન વર્તમાનમાં પોતાના પૂર્વ-નૈદાનિક? પરીક્ષણોના તબક્કા એક કે બે છે. જોકે તેમને પરીક્ષણ તબક્કાની સ્થિતિને શેર કરતાં વેક્સિનના નામોનો ખુલાસો કર્યો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,878 નવા કેસો આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 29,75,701 પર પહોંચી ગઇ છે, અને મરનારાઓની સંખ્યા 55,794 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion