Haryana: હરિયાણા નૂહમાં VHPની રથયાત્રા પર પથ્થરમારો, હોમગાર્ડની ગોળી મારી હત્યા
ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા.
![Haryana: હરિયાણા નૂહમાં VHPની રથયાત્રા પર પથ્થરમારો, હોમગાર્ડની ગોળી મારી હત્યા Haryana: Clash Between Two Groups in Nuh District of Haryana, Internet Suspend Haryana: હરિયાણા નૂહમાં VHPની રથયાત્રા પર પથ્થરમારો, હોમગાર્ડની ગોળી મારી હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/8262e2197f58cee4884f061579da8fb31690810008481724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Haryana News: હરિયાણાના નૂહમાં બે જૂથો વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ પણ સ્થળ પર તૈનાત છે. આ પથ્થરમારો અને ગોળીબાર બ્રિજ મંડળની યાત્રા દરમિયાન થયો હતો. ટોળાએ પથ્થરમારો અને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક હોમગાર્ડને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજ મંડળ જલાભિષેક યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા.
ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
આ ઘટના બાદ નૂહમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે મોટા ભાગના સ્થળોએ હજુ પણ ઈન્ટરનેટ ચાલુ છે. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્પીકરના માધ્યમથી લોકોને સતત તેમના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.
પોલીસે મામલો શાંત પાડવા કર્યું ફાયરિંગ
ગુરુગ્રામ વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ યશવંત શેખાવતના જણાવ્યા અનુસાર, યાત્રા શિવ મંદિર નળ હુદમાં પહોંચતા જ તોફાની તત્વોએ યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આગચંપી કરી હતી. સાથે જ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. હંગામા દરમિયાન ફાયરિંગથી લઈને આગચંપી સુધીની ઘટનાઓ બની હતી. ઘણા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક ખાનગી વાહનોને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા. પોલીસે મામલો શાંત પાડવા ફાયરિંગ પણ કર્યું હતું. આ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ઘણી જગ્યાએ છૂટાછવાયા બનાવો નોંધાઈ રહ્યા છે. આ ઘટના બાદ નૂહ-હોડલ રોડ પર માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને નૂહ શહેર સાવ નિર્જન ભાસી રહ્યું છે. આ ઘટના બાદ મોટાભાગની બજાર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
#WATCH | Clashes erupt between two groups in Haryana's Nuh
— ANI (@ANI) July 31, 2023
Further details awaited pic.twitter.com/huZVBzjK4d
રાજસ્થાનના ભરતપુરમાં બાળકોના કારણે ઝઘડો થયો હતો
તાજેતરમાં મહોરમ નિમિત્તે આવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને મામલો બિચક્યો હતો. પહેલી ઘટના રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મચલી મોહલ્લાની છે જ્યાં દર વર્ષની જેમ મહોરમ પર તાજિયા કાઢવામાં આવ્યા હતા. તાજિયાને ઉપાડવા અને તેને દોરી જવા માટે બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. બાળકોના આ ઝઘડાએ રવિવારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શાંતિ ભંગના આરોપમાં લગભગ 30 લોકોની ધરપકડ કરી હતી.
રાજસ્થાનના ભીલવાડામાં લાઉડસ્પીકરને લઈ વિવાદ
આ ઉપરાંત બીજો બનાવ રાજસ્થાનના ભીલવાડાનો છે જ્યાં 29 જુલાઈની રાત્રે ભગવાન ચારભુજા નાથનો રથ એક નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. અહીં મહોરમ નિમિત્તે નગરના લખારા ચોક ખાતે લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા. તેને બંધ કરવાની અપીલ કરવામાં આવી જેને અવગણવામાં આવતાં બંને સમુદાયો સામસામે આવી ગયા હતા. મુસ્લિમ સમુદાયનો આરોપ છે કે, તાજિયાના બે દિવસ પહેલા છ્ડી કાઢવાનો રિવાજ છે. આ દરમિયાન હિન્દુ સમાજે ભજન કીર્તન રાખ્યું હતું. મોટા અવાજે કીર્તન-ભજનોને કારણે છડી કાઢવામાં તકલીફ પડતી હતી. એવો પણ આરોપ છે કે, સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે આમ કરવામાં આવ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)