શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગોપાલ કાંડાની સામે ભાજપમાં જ વિરોધ, ઉમા ભારતીએ ટ્વિટ કરી શું કહ્યું ? જાણો
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ બળાત્કારના આરોપમા 18 મહિના સુધી જેલમા બંધ ગોપાલ કાંડાના સમર્થનથી હરિયાણામાં ભાજપની સરકાર બનાવવાની કવાયતનો વિરોધ કર્યો છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ બળાત્કારના આરોપમા 18 મહિના સુધી જેલમા બંધ ગોપાલ કાંડાના સમર્થનથી હરિયાણામાં ભાજપની સરકાર બનાવવાની કવાયતનો વિરોધ કર્યો છે. ઉમા ભારતીએ ટ્વિટ કરી પક્ષના કેન્દ્રીય નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. ઉમા ભારતીએ કટાક્ષ કર્યો છે અને નૈતિકતાની યાદ અપાવી છે.
ઉમા ભારતીએ ટ્વિટમાં લખ્યું, ' જો ગોપાલ કાંડા એ જ વ્યકિતની છે જેના લીધે એક યુવતીએ આત્મહત્યા કરી લીધી એન તેમની મા એ ન્યાય નહીં મળવા પર આત્મહત્યા કરી લીધી હતી. આ કેસ અદાલતમા વિચારાધીન છે. આ વ્યક્તિ જામીન પર બહાર છે.
ઉમા ભારતીએ કાંડાના ચુંટણી જીતવા પર સવાલ ઉઠાવ્યા કે ચુંટણી જીતી જવાથી કોઈ અપરાધ મુક્ત થતું નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ગોપાલ કાંડા નિર્દોષ છે કે અપરાધી એ તો કાયદો સાક્ષીના આધારે નક્કી કરશે. પરંતુ ચૂંટણી જીતવાથી ગુન્હાઓથી મુક્ત નથી થવાતું. ચુંટણી જીતવા માટે અનેક પરિબળો કામ કરે છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે પક્ષ એ બાબતના ભૂલે કે સમગ્ર દુનિયા મોદીજીની સાથે છે. ઉમાભારતીએ ટ્વિટ કરીને લખ્યું કે હું ભાજપને અપીલ કરું છું આપણે આપણા નૈતિક મુલ્યોને ના ભૂલીએ. અમારી પાસે તો નરેન્દ્ર મોદી જેવી શકિત છે. તેમજ દેશ નહીં સમગ્ર દુનિયાની જનતા મોદીજીની સાથે છે તથા મોદીજીએ સતોગુણી ઉર્જાના આધાર પર રાષ્ટ્રવાદની શકિત ઉભી છે. ઉમા ભારતીએ કહ્યું કે હરિયાણામા આપણી સરકાર બને પર તેમાં સામેલ થતા લોકો ભાજપના કાર્યકરોની જેમ સ્પષ્ટ પ્રતિભાવાળા હોય.7. मैं @BJP4India जी से अनुरोध करूँगी कि हम अपने नैतिक अधिष्ठान को न भूलें। हमारे पास तो @narendramodi जी जैसी शक्ति मौजूद है, एवं देश क्या पूरे दुनिया की जनता मोदी जी के साथ है तथा मोदी जी ने सतोगुणी ऊर्जा के आधार पर राष्ट्रवाद की शक्ति खड़ी की है।
— Uma Bharti (@umasribharti) October 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion