શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજથી Covaxinના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ શરૂ, કોરોનાની પહેલી રસી આ નેતાને અપાશે, જાણો વિગતે
વેક્સિનના ત્રીજા તબક્કાનુ પરિક્ષણ આજથી શરૂ થવા જઇ રહ્યું છે. જેના કારણે રાજ્યના ગૃહમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કોવેક્સિન માટે પોતાના પર રસી લગાવવા માટે પહેલા વૉલિન્ટિયર તરીકે રજૂઆત કરી છે. તેમને ખુદ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
ચંડીગઢઃ હરિયાણામાં કોરોના વાયરસ મહામારીથી બચવા માટે ભારત બાયૉટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની દવા કોવેક્સિનના ત્રીજા તબક્કાનુ પરિક્ષણ આજથી શરૂ થવા જઇ રહ્યું છે. જેના કારણે રાજ્યના ગૃહમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કોવેક્સિન માટે પોતાના પર રસી લગાવવા માટે પહેલા વૉલિન્ટિયર તરીકે રજૂઆત કરી છે. તેમને ખુદ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
અનિલ વિજે શું કર્યુ ટ્વીટ
અનિલ વિજે લખ્યું- કાલે મને કોવેક્સિનની ટેસ્ટિંગ રસી મુકવામાં આવશે, જે ભારત બાયૉટેકની પ્રૉડક્ટ છે. આ રસી પીજીઆઇ રોહતક અને સ્વાસ્થ્ય વિભાગના ડૉક્ટરોની એક વિશેષણ ટીમની દેખરેખમાં સિવિલ હૉસ્પીટલ અંબાલા કેન્ટમાં કાલે સવારે 11 વાગે લગાવવામાં આવશે.
ટ્વીટ કરીને આની જાણકારી આપી છે, તેમને પોતાના ટ્વીટમાં લખ્યું- મે ભારત બાયૉટેકની કોવેક્સિન ટેસ્ટિંગમાં પોતાના પર રસી લેવા માટે પહેલા વૉલિન્ટિય તરીકે રજૂઆત કરી છે.
આખી દુનિયામાં કોવેક્સિનનો ઇન્તજાર
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે આખી દુનિયાને કોરોના વાયરસની કોવેક્સિનનો ઇન્તજાર છે. વેક્સિન બનાવાની રેસમાં ભારત પણ સામેલ છે. ભારતની પોતાની કોરોના વેક્સિન કોવેક્સિન પર દેશવાસીઓને આશા ટકેલી છે. ખાસ વાત છે કે દેશભરમાં 20 રિસર્ચ સેન્ટરોમાં 25800 વૉલિન્ટિયરને કોવેક્સિનના ડૉઝ આપવામાં આવશે. 20 સેન્ટરોમાંથી એક પીજીઆઇએમએસ રોહતક પણ પોતાના વૉલિન્ટિયરોને આ ડૉઝ આપવા માટે તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion