નૂંહ હિંસાઃ જે હૉટલના ધાબા પર ચઢીને લોકોએ પથ્થરમાર્યો કર્યો હતો, તે હૉટલ પર જ ફરી વળ્યુ બૂલડૉલર, Video....
હરિયાણામાં નૂંહ હિંસાને લઇને હવે ઠેક ઠેકાણે બૂલડૉઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે
Haryana News: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હરિયાણામાં નૂંહ હિંસાને લઇને હવે સરકાર એક્શનમાં આવી છે. હરિયાણાના નૂંહમાં થયેલી હિંસાને લઈને આજે ફરી બૂલડૉઝરની કાર્યવાહી ચાલી રહી છે. આજના તાજા અપડેટ પ્રમાણે, 31 જુલાઇએ નૂંહ હિંસામાં જ્યાંથી એટલે કે સહારા ફેમિલી રેસ્ટૉરન્ટના ધાબા પરથી લોકોએ પથ્થરમારો કર્યો હતો, તે બિલ્ડિંગના ધાબાને જ હવે બૂલડૉઝર દ્વારા તોડી પડાયુ છે. હરિયાણામાં નૂંહ હિંસાને લઇને હવે ઠેક ઠેકાણે બૂલડૉઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હૉટલ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. સહારા ફેમિલી હૉટેલ ઝંડેવાલન ચોકથી નલ્હાડ વચ્ચે આવે છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ નૂંહ જિલ્લામાં પિંગવાન, ગામ બિસરુ, ગામ બિવા, નાંગલ મુબારિકપુર, પાલદા શાહપુરી, અગોન, અદબર ચોક, નલ્હાર રોડ, તિરંગા ચોક અને અન્ય કેટલીય જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામોને બૂલડૉઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા.
સવારે 9 થી 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં ઢીલ -
રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આ સમય દરમિયાન લોકો તેમની જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ ઉપરાંત શનિવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી હતી.
ઇન્ટરનેટ પર 8 ઓગસ્ટ સુધી રહેશે પાબંદી -
નૂંહના અધિકારક્ષેત્રમાં વૉઇસ કૉલ્સ ઉપરાંત મોબાઇલ નેટવર્ક પર પ્રદાન કરવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ વગેરેનું સસ્પેન્શન 8 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે. વળી, ફરીદાબાદ જિલ્લામાં અને ગુરુગ્રામ જિલ્લામાં સોહના, પટૌડી અને માનેસરમાંથી ઇન્ટરનેટ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
#WATCH यह इमारत पूरी तरह से अनधिकृत थी और इसे सरकार और विभाग द्वारा नोटिस दिया गया था। आज ये कार्रवाई की जा रही है। यह एक होटल कम रेस्तरां है और पूरी तरह से अनधिकृत है। यहां से यात्रा पर गुंडों ने पथराव किया था इसलिए यह कार्रवाई की जा रही है: जिला नगर योजनाकार विनेश कुमार pic.twitter.com/NZz1lk7wvm
— ANI_HindiNews (@AHindinews) August 6, 2023
216 લોકોની ધરપકડ, 104 એફઆઇર નોંધાઇ -
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે નૂંહ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 80 લોકોને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વળી, 104 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
રોહતકમાં મસ્જિદ પર પથ્થરમારો -
હરિયાણાના રોહતક શહેરમાં એક મસ્જિદ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. મસ્જિદના ગેટ પર કેટલાક લોકોએ કથિત રીતે પથ્થરો ફેંક્યા હતા. જે અંગે મસ્જિદના ઈમામ ઈકબાલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ સાડા દસની જણાવવામાં આવી રહી છે. જે બાદ મસ્જિદની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.