શોધખોળ કરો
Advertisement
સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોના પ્રમુખ સચિવને પત્ર લખીને શું કહ્યું ? જાણો
સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ પ્રીતી સુદને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.
નવી દિલ્હી: સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ પ્રીતી સુદને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. પત્ર લખીને તેમણે તેમના રાજ્યોમાં રેડ ઝોન,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવનારા જિલ્લાઓની જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે આ ઝોનની જાણકારી કેંદ્ર સરકારને આપવામાં આવે.
પત્રના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સચિવે સ્પષ્ટ કર્યું કે રેડ ઝોનની યાદીને લઈને કેટલાક રાજ્યોએ વાંધો ઉઠાવ્યો છે. પરંતુ આ યાદી દર્દીઓની સંખ્યમાં વધારો અને કેસના આધાર પર બદલતી રહે છે. રાજ્ય પોતાના સ્તર પર યાદીમાં આપવામાં આવેલા રેડ ઝોન ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં બદલાવ નહી કરી શકે પરંતુ 21 દિવસ દરમિયાન કયા જિલ્લામાં કોરોનાના નવા દર્દી સામે આવ્યા છે અને કયા જિલ્લામાં નથી તેની જાણકારી ઉપલબ્ધ કરાવતા રહે.
આ સિવાય એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્ય ઈચ્છે તો પોતાના હિસાબે ગ્રીન ઝોનને રેડ અથવા ઓરેન્જ ઝોનમાં બદલી શકે છે પરંતુ રેડ ઝોન અથવા ઓરેન્જ ઝોનને ગ્રીનમાં નહી બદલી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement