શોધખોળ કરો
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- કોરોના માટે હાલ કોઈ માન્ય થેરેપી નથી, પ્લાઝ્મા થેરેપીને લઈ પ્રયોગ ચાલી રહ્યો છે
ICMR તેને લઈને સ્ટડી કરી રહ્યું છે. એટલે જરૂરી છે કે જ્યાં સુધી ICMR સ્ટડી પૂર્ણ ન કરે ત્યા સુધી તેનો ઉપયોગ પ્રયોગ રિસર્ચ અથવા ટ્રાયલ માટે જ કરો.

નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર શુ પ્લાઝ્મા થેરેપીથી કરી શકાય છે? તેને લઈને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અલગ-અલગ મત છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું પ્લાઝ્મા થેરેપીને લઈને માન્ય થિયરી હાલ નથી. તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ જો ગાઈડલાઈન મુજબ ન કરવામં આવે તો જીવનો ખતરો બની શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યં, પ્લાઝ્મા થેરેપી પર ઘણી ચર્ચા થઈ રહી છે. COVID 19માટે દેશમાં શું દુનિયાભરમાં કોઈ અપ્રૂવ થેરેપી નથી. પ્લાઝ્મા થેરેપી પ્રાયોગિક તબક્કામાં છે, પરંતુ હાલ દાવો કરવા માટે યોગ્ય પૂરાવા નથી કે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કોવિડ 19ની સારવાર માટે કરી શકાય છે. ICMR તેને લઈને સ્ટડી કરી રહ્યું છે. એટલે જરૂરી છે કે જ્યાં સુધી ICMR સ્ટડી પૂર્ણ ન કરે ત્યા સુધી તેનો ઉપયોગ પ્રયોગ રિસર્ચ અથવા ટ્રાયલ માટે જ કરો. પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ જો ગાઈડલાઈન પ્રમાણે ન થાય તે જીવનો ખતરો બની શકે છે. તેમણે કહ્યું જ્યા સુધી આઈસીએમઆર તેનું સર્ટિફિકેટ નહી આપે ત્યા સુધી આ થેરેપીનો ઉપયોગ ગેર કાનૂની છે. તેને પ્રયોગ માટે ઉપયોગ કરી શકાય છે પરંતુ સારવાર માટે નહી.
વધુ વાંચો





















