શોધખોળ કરો
ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
ગુજરાત, મધ્ય પ્રદેશના પૂર્વના વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ યૂપી સહિત 13 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઓડિશા અને પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારમાં અંદાજે 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રમ દિવસમાં દેશના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં યૂપી, પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તાર, સિક્કિમ, અંડમાન નિકોબાર અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશના પૂર્વના વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન મરાઠાવાડ, ગુજરાત સહિત દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આગામી 3 દિવસમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આગામી 19 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી મોટા ભાગના ડેમ ભરાઈ ગયા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ 18મી સપ્ટેમ્બર બાદ સાયક્લોનીક સર્ક્યુલેશન નબળું પડશે અને રાજ્યમાંથી ધીમેધીમે ચોમાસાની વિદાય થશે જયારે તાપમાનમાં વધારો પણ નોંધાશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















