શોધખોળ કરો

Heavy Rain in Delhi: દિલ્હી-NCR માં ભારે વરસાદ,  100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો 

દિલ્હી એનસીઆર(Delhi NCR) માં આજે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. જોરદાર વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો.

Heavy Rain in Delhi: દિલ્હી એનસીઆર(Delhi NCR) માં આજે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. જોરદાર વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. સાથે જ પાટનગરમાં દિવસ દરમિયાન પણ અંધકાર છવાયો હતો.  જો કે વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળી હતી. જોરદાર પવન અને વરસાદના કારણે ફ્લાઈટને પણ અસર થઈ છે. તે જ સમયે, દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વરસાદ બાદ માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ કરા પડવાના પણ સમાચાર છે.  સફદરજંગમાં પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.

ઈન્ડિગો એરલાઈન્સે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતા કહ્યું હતું કે દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાને કારણે અમારી ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. કોઈપણ મુશ્કેલી ટાળવા માટે કૃપા કરીને પ્રવાસનો પૂરતો સમય લઈને ચાલો. 

અગાઉ, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. વરસાદ બાદ દિલ્હીના ભાઈ વીર સિંહ માર્ગ પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

કરા સાથેના અચાનક વરસાદ પછી, દિલ્હીમાં અન્ય ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. કનોટ પ્લેસમાં એક કાર ઝાડ નીચે પણ ફસાઈ ગઈ હતી. સદનસીબે કારની અંદર કોઈ નહોતું અને કાર પાર્કિંગમાં ઊભી હતી.   દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટ કર્યું છે કે રેલવે અંડરપાસ બ્રિજ પ્રહલાદપુર પર પાણી ભરાવાને કારણે એમબી રોડ (બંને કેરેજવે) પરનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. મહેરબાની કરીને એ બાજુ જવાનું ટાળો.

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર પણ પડી છે. દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આઠ ફ્લાઈટને જયપુર, લખનઉ, ચંદીગઢ, અમદાવાદ, દેહરાદૂન ડાયવર્ટ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે શહેરમાં આંશિક વાદળછાયું રહેશે અને વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget