શોધખોળ કરો
મુંબઈ થયું પાણી પાણી, ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, હાઈ ટાઈટની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળે. સાથે આજે બપોરે હાઈ ટાઈડની પણ ચેતવણી આપી છે.
મુંબઈ: મુંબઇ ભારે વરસાદથી બેહાલ છે. મોડી રાતથી પડી રહેલા ધોધમાર વરસાદથી જનજીવન ઠપ થઇ ગયું છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર અસર થઈ છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે સાથે રૂટ બદલવામાં આવ્યા છે. વરસદાની અસર ફ્લાઈટ પર પણ જોવા મળી છે. કેટલીક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક કેન્સલ કરવામાં આવી છે.
હાલમાં મુંબઈવાસીઓને વરસાદથી રાહત મળે તેવા કોઈ જ સંકેત નથી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવાની સલાહ આપી છે. સાથે આજે બપોરે હાઈ ટાઈડની ચેતવણી આપી છે.
મુંબઈના કિંગ સર્કલ અને ગાંધી માર્કેટ વિસ્તારમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું છે. અંધેરી અને મલાડ સબવેમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, અને સિંધુદુર્ગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. સાથે ભારે વરસાદની અસર રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે.Mumbai: Water logging in parts of the city following incessant rainfall; visuals from Vakola area. #MumbaiRain pic.twitter.com/5QdUhKBuYA
— ANI (@ANI) August 4, 2019
વડાલા અને કુર્લા વચ્ચે ચાલતી હાર્બર લાઈન પર સીએસટી લોકલ સેવા પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવી છે. અંબરનાથ-બદલાપુર લોકલની સેન્ટ્રલ લાઈન પર અસર પડી છે. કલ્યાણમાં શનિવારે રસ્તાઓ પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓમાં પણ ભરાઈ ગયું છે એટલું જ નહીં બસો પણ પાણીમાં ડૂબી ગઈ છે. કાંદિવલીનું સહયાદ્રીનગર શનિવારે સવારથી જ થઈ રહેલા વરસાદના કારણે ટાપુ બની ગયું છે. લોકો ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.Mumbai: Streets waterlogged following heavy rain in the city; #visuals from near JJ Hospital in Nagpada. #Maharashtra pic.twitter.com/4mh0OpVv68
— ANI (@ANI) August 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement