શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે આ રાજ્યમાં અતિભારે વરસાદની કરી આગાહી? ‘યલો’ વોર્નિંગ જાહેર કરાયું? જાણો વિગત
10થી 14 ડિસેમ્બર વચ્ચે કાશ્મીર અને તેની આસપાસના રાજ્યોમાં ભારેથી અતિ ભારે હિમ વર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ કાશ્મીર જેવી જ સ્થિતિ છે.
નવી દિલ્હી: મંગળવારે ઉત્તર ભારતમાં તાપમારનો પારો ગગડ્યો હતો અને અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. કેટલાંક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ છે. હિમાચલ પ્રદેશમાં સ્થિતિ બહુ જ ખરાબ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, અતિભારે વરસાદ પડી શકે છે.
આ આગાહી બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને અતિ ખરાબ સ્થિતિ હોય તેવા વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. ખાસ કરીને કાશ્મીરમાં વાહનોની અવર-જવર વધુ છે જેને પગલે હિમવર્ષાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો તેવું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 10થી 14 ડિસેમ્બર વચ્ચે કાશ્મીર અને તેની આસપાસના રાજ્યોમાં ભારેથી અતિ ભારે હિમ વર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ કાશ્મીર જેવી જ સ્થિતિ છે.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે રહ્યો હતો. જ્યારે પંજાબ, દિલ્હી, હરિયાણામાં પણ ઠંડીએ જોર પકડયું હતું. દિલ્હીમાં રાત્રે તાપમાન 9 ડીગ્રી નોંધાયુ હતું. કાશ્મીરમાં સૌથી નીચું તાપમાન રહ્યું છે, અહીં કારગીલના દ્રાસનું તાપમાન માઈનસ 19 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 16 તારીખ સુધી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે હાલ પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તાપમાન પણ ગગડ્યું છે. અહીં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, જે રાજ્યોમાં તાપમાન બહુ જ નીચું આવી ગયું છે ત્યાંની સરકારો અને હવામાન વિભાગે લોકોને બહાર નીકળે તો સતર્ક રહેવાની સુચના જારી કરી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ સુચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement