શોધખોળ કરો
Advertisement
દેશદ્રોહના આરોપી કન્હૈયા કુમારને રાહત, નહી થાય જામીન રદ્દ
નવી દિલ્લી: દેશદ્રોહના આરોપી જેએનયૂ છાત્રસંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્લી હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ છે. કોર્ટે કન્હૈયા કુમારને આપેલી વચગાળાના જામીન રદ્દ કરવાની અપીલને નકારી દીધી છે.
હાઈકોર્ટે કન્હૈયા કુમારની જામીન રદ્દ કરવાની અરજી પર નિર્ણય રોકી રાખ્યો હતો. આ મામલામાં દાખલ થયેલી અરજીમાં છૂટકારા પછી કન્હૈયાને સૈના વિરુદ્ધ નિવેદનો અને વડાપ્રધાન પર કરેલી ટિપ્પણીને દેશવિરોધી અને જામીનની શરતોનું ઉલ્લંઘન કરતા વચગાળાના જામીન રદ્દ કરવાની માંગ કરી હતી.
સૂનવણી દરમિયાન દિલ્લી પોલીસની નિંદા કરતા હાઈકોર્ટે ટિપ્પણીમાં કહ્યું હતું કે તમે કોર્ટ સાથે શું રમી રહ્યા છો. તમે સિસ્ટમનો મઝાક બનાવી રહ્યા છે. કોર્ટ દિલ્લી પોલીસ તરફથી રજૂ કરેલી દલીલોથી સંતુષ્ટ થઈ નહોતી અને કહ્યું હતું કે, પોલીસ આ મામલામાં સંતાકૂકડીની રમત રમી રહી છે. કોર્ટે કહ્યું કે છેલ્લી સૂનવણી દરમિયાન આ મામલામાં પોલીસ એ સ્પષ્ટ કરી શકી નહોતી કે કન્હૈયાના મામલે તેમનું સ્ટેંડ શું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement