શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: હિમાચલ પ્રદેશ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
શિમલા: ભારતમાં કોરોના વાયરસના કહેરને લઈને તમામ રાજ્યો સાવચેતીના ભાગરૂપે પગલા ભરી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ લાગુ થવાથી રાજ્યમાં આવતી બસો, ટ્રેનો અને ફ્લાઇટ્સની તપાસ કરવામાં આવશે. માત્ર હિમાચલ પ્રદેશના સ્થાનિક રહેવાસીઓને જ રાજ્યમાં આવવાની છૂટ છે.
રાજ્ય દ્વારા 31 માર્ચ સુધીમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને બિનજરૂરી મુસાફરી અને મોટી સભાઓમાં ભેગા ન થાય તે માટે સલાહ આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં પણ બે કેસ પોઝિટિવ હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટી કરી છે. આરોગ્ય વિભાગની ટીમે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, “રાજકોટ અને સુરતમાં બે કેસ કોરોના વાયરસથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ લઈ રહી છે. ”
આ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીએ જણાવ્યું કે, સુરતની યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી આવી હતી. જ્યારે રાજકોટનો યુવક સાઉદીના મક્કાથી આવ્યો હતો. આ બન્ને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી અને બન્નેની સારવાર ચાલી રહી છે.
કોરોના વાયરસથી દુનિયાભરમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં 9000 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 173 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 4 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement