(Source: ECI/ABP News/ABP Majha)
Himachal Factory Blast: હિમાચલના ઉનામાં ફેક્ટ્રીમાં આગ લાગતા 6 મહિલા જીવતી સળગી, 13 લોકો ઘાયલ
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા અને 13 લોકો દાઝી ગયા હતા.
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા અને 13 લોકો દાઝી ગયા હતા. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. બ્લાસ્ટ દરમિયાન હૃદય વલોવાઇ જતાં દ્રશ્યો સર્જાયા હતા. ફેક્ટરી બ્લાસ્ટમાં 6 મહિલાઓ જીવતી સળગી ગઈ હતી. કુલ 13 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 ઘાયલોની હાલત ગંભીર છે, જ્યારે બે મામૂલી દાઝી ગયા છે.
દુર્ઘટના પછીના વીડિયો રુવાંટા ઉભા કરી દે તેવા છે. ઉનાના એસપી અર્જિત સેને 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. હાલ સ્થળ પરથી ફટાકડા બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ ઉનાના હરોલીના તાહલીવાલના બથરી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. અકસ્માત બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી અને કામ કરતી મહિલાઓ જીવતી બળી ગઈ હતી. દુર્ઘટના બાદ તરત જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં લગભગ 30 થી 35 લોકો કામ કરી રહ્યા હતા. હાલ ઉનાના ડીસી અને એસપી અરિજિત સેના ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફેક્ટરીની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
સુરત: કર્ણાટકનો હિજાબ (hijab) વિવાદ હવે ગુજરાત(Gujarat)માં પહોંચ્યો છે. સુરત (Surat)માં હીરાબાગ વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલ (School) માં આજે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રખરતા શોધ કસોટી દરમિયાન શાળામાં કેટલીક વિદ્યાર્થિનીઓ (students) હિજાબ પહેરીને આવતા વિવાદ થયો હતો. હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. શાળા(School) બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા. હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.
કર્ણાટકનો હિજાબ વિવાદ સુરત પહોંચ્યો
પી.પી.સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિસાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા.
હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો, શાળા બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. એ એક મોટો પ્રશ્ન છે. જેને ચાલાવી લેવાય નહી. સમગ્ર ગુજરાતભરની અંદર તેનો વિરોધ કરવામાં આવશે.