શોધખોળ કરો

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, કર્ણાટક-ગુજરાત બાદ હવે ચેન્નાઈમાં બે નવા કેસ

ભારતમાં HMPVનો પગપેસારો વધ્યો; ચેન્નાઈની બે હોસ્પિટલોમાં નવા કેસ નોંધાયા.

HMPV virus update: ચીનમાં હાહાકાર મચાવનાર હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) હવે ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી કર્ણાટકમાંથી બે અને ગુજરાતમાંથી એક કેસ નોંધાયા બાદ, હવે ચેન્નાઈમાં પણ HMPVના બે નવા કેસ સામે આવ્યા છે.

આ નવા કેસ તમિલનાડુના ચેન્નાઈ શહેરની બે અલગ-અલગ હોસ્પિટલોમાં નોંધાયા છે. જો કે, હાલમાં આ કેસો અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

આ ઘટના બાદ, રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ HMPVના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. તેઓએ HMPVને તપાસવા માટે લેવાતા પરીક્ષણો અને તેના ચેપને રોકવા માટે લેવામાં આવતી સાવચેતીઓ અંગે ચર્ચા કરવા માટે એક તાકીદની બેઠક યોજી હતી.

આમ, HMPV વાયરસ ભારતમાં પોતાનો પગપેસારો વધારી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે અને તેને નિયંત્રિત કરવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

  • મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
  • વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
  • આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ?

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.ટ
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts):

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો...

HMPV Virus Cases: ચીનનો HMPV વાયરસ ભારત સહિત આ દેશોમાં ફેલાયો! જુઓ સંપૂર્ણ યાદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget