શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન તણાવઃ અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- સંસદમાં ચર્ચા માટે છીએ તૈયાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ સહિત અનેક બાબતો પર વાત કરી.
નવી દિલ્હીઃ એક તરફ ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ મુદ્દાને લઈ કોંગ્રેસ તથા બીજેપી વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ સહિત અનેક બાબતો પર વાત કરી હતી.
ગૃહ મંત્રી શાહે કહ્યું, જૂનના બીજા સપ્તાહમાં દિલ્હીના ડેપ્યુટી સીએમે નિવેદન આપ્યું હતું કે, 31 જુલાઈ સુધી દિલ્હીમાં 5.5 લાખ કોરોનાના મામલા હશે. જેનાથી દિલ્હી જનતમાં ભય ફેલાયો. દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીની બહારના લોકોની સારવાર નહીં કરવામાં આવે, આ નિર્ણય કેન્દ્ર સરકારે બદલ્યો. આજે દિલ્હીમાં આવી કોઈ સ્થિતિ (કમ્યુનિટી ટ્રાન્સમિશન) નથી, ચિંતા કરવાની જરૂર નથી.
શાહે કહ્યું, દિલ્હીમાં 30 જૂન સુધી કન્ટેનમેન્ટ ઝોનના દરેક ઘરનો સર્વે થશે. અમે ટેસ્ટિંગ ઘણું વધાર્યું છે. અમે દિલ્હી સરકારને તાત્કાલિક 500 ઓક્સીજન સિલેન્ડર, 440 વેન્ટિલેટર આપ્યા છે. આગામી સમયમાં દિલ્હી સરકારને વધારે મદદ કરવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે, અમે ચર્ચાથી નથી ડરતા. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન અંગે વાત કરી શકે છે. પરંતુ જ્યારે આપણા જવાનો ચીનનો સામનો કરી રહ્યા છે તેવા સમયે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવું નિવેદન આપવું જોઈએ નહીં. ગલવાન ઘાટી મુદદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ અંગે 'Surender Modi' ટ્વિટ કર્યુ હતું.
તેમણે એમ પણ કહ્યું, કોરોના સામે ભારત સરકાર યોગ્ય રીતે લડી રહી છે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું. વિશ્વની તુલનામાં આપણા દેશના આંકડા ખૂબ સારા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બારતમાં કોરોના સામે ભારત સરકાર, રાજ્ય સરકારો અને 130 કરોડ દેશવાસી તમામે લડાઈ લડી છે.
શાહે કહ્યું, જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી પીએમ અને મેં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને પરપ્રાંતીયો મજૂરો માટે રોકાણ અને જમવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આશરે 2.5 કરોડ લોકોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રાજ્યોના ખાતામાં 11,000 કરોડ જમા કરવામાં આવ્યા હતા. શ્રમિક સ્પેશિયલની 4594 ટ્રેન દ્વારા આશરે 63 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement