MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
MHA Meeting: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને રોકવા માટે સૂચના આપી છે. આ બેઠકમાં NSA અજીત ડોભાલ પણ હાજર હતા.

MHA Meeting: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓ બાદ મોદી સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આજે (16 જૂન), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન ગૃહ પ્રધાન શાહે એજન્સીઓને એરિયા ડોમિનેશન પ્લાન અને જમ્મુ ડિવિઝનમાં ઝીરો ટેરર પ્લાન દ્વારા કાશ્મીર ખીણમાં મળેલી સફળતાઓનું પુનરાવર્તન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Replicate successes achieved in Kashmir...: Amit Shah asks agencies in high-level J-K security meet
— ANI Digital (@ani_digital) June 16, 2024
Read @ANI Story | https://t.co/DjuVzP11hc#AmitShah #JammuKashmir #securitymeet pic.twitter.com/rm6k1GRuhx
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે (16, જૂન) કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત NSA અજીત ડોભાલ પણ હાજર હતા. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર નવી નવી રીતોથી આતંકવાદીઓ પર કાર્યવાહી કરીને એક ઉદાહરણ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.
શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે?
બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે.
નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ અમરનાથ યાત્રા માટે સંપૂર્ણ સુરક્ષા કવચ, યાત્રાના માર્ગો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, રાજમાર્ગો પર વધારાના સુરક્ષા દળોની તૈનાતી, જમ્મુ-કાશ્મીરમાં તમામ તીર્થસ્થળો અને પ્રવાસન સ્થળો પર તકેદારી રાખવાનું પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, એલજી મનોજ સિન્હા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સીએસ દુલુ, ડીજીપી સ્વેન, એડીજીપી વિજય કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી સૂચના
તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદ અત્યંત સંગઠિત આતંકવાદી હિંસામાંથી સમેટાઈને માત્ર પ્રોક્સી યુદ્ધમાં પરિવર્તિત થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે તેને જડમૂળથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સુરક્ષા એજન્સીઓને સાથે મળીને કામ કરવું સંવેદનશીલ વિસ્તારોને ઓળખવા અને આવા વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને દૂર કરવી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
