શોધખોળ કરો
ગૃહમંત્રી રાજનાથસિંહે તાત્કાલિક ધોરણે પેરામિલીટરી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

નવી દિલ્હીઃ પાકિસ્તાની વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યુ હતું, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આ વિમાન ઘૂસી આવ્યા હતા, પણ ભારતે તેને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની વિમાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભાગી ગયા હતા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના 3 F16 વિમાન બુધવારે ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા, આ વિમાન નૌશેરા સેક્ટરની બિમ્બર ગલીમાં ઘૂસ્યા ત્યાં પહાડીઓ પર રૉકેટ ફેંકીને ભાગી ગયા હતા. આ ઘટનાને જોતા ગૃહમંત્રી રાજનાથ સિંહે બધા અર્ધલશ્કરી દળોની મીટિંગ બોલાવી, આ બેઠકમાં સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. [gallery ids="377848"]
વધુ વાંચો




















