શોધખોળ કરો

Iran War: 'હોર્મુજ બંધ છે, પાછા જાઓ', ભારતના જહાજને ઇરાનની સેનાએ પાછું વાળ્યું, ઓડિયો મેસેજ વાયરલ

Iran War: ઈરાની સેનાના અધિકારીએ સ્ટ્રેટ ઓફ હોર્મુજથી પસાર થઇ રહેલા ભારતીય જહાજને પાછું વાળ્યું. ભાગ્ય લક્ષ્મી કેપ્ટન અને ઈરાની અધિકારીની સંપૂર્ણ વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.

Iran War: ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ શનિવારે (18 એપ્રિલ) હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક ભારતીય જહાજને અટકાવ્યું અને તેને તાત્કાલિક તેના બંદર પર પાછા ફરવાનો આદેશ આપ્યો. એક ઓડિયો રેકોર્ડિંગમાં ભારતીય જહાજના કેપ્ટન અને ઈરાની નૌકાદળના કેપ્ટન વચ્ચેની સમગ્ર વાતચીતનો રેકોર્ડિંગ છે.

ઈરાની (IRGC) ના એક અધિકારીએ ભારતીય જહાજના કેપ્ટનને સ્પષ્ટપણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર હજુ પણ પ્રતિબંધ છે અને તેઓએ તાત્કાલિક તેમના બંદર પર પાછા ફરવું જોઈએ. ત્યારબાદ ઈરાની અધિકારીએ કહ્યું, "તાત્કાલિક પાછા જાઓ."

ભારતીય કેપ્ટને પછી જવાબ આપ્યો, "ઠીક છે. હું આપની વાત રિપીટ કરૂ છું. હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ બંધ છે, ઠીક છે, સાહેબ." IRGC નેવી કેપ્ટને પછી જવાબ આપ્યો, "હા, સાહેબ."

ભાગ્ય લક્ષ્મી જહાજને પાછું ફેરવી દેવામાં આવ્યું.

થોડી જ વારમાં, જહાજે રસ્તો બદલી નાખ્યો. ભાગ્ય લક્ષ્મી જહાજના ક્રૂએ ઈરાની નૌકાદળ સાથે આખી વાતચીત શેર કરી. આ ઓડિયો રેકોર્ડિંગ પહેલા, ઈરાની ગનબોટ્સે ઈરાકી તેલ વહન કરતા બે ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ  કર્યું હતું. જોકે, આ અથડામણમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સમગ્ર મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ઈરાનના રાજદૂતને તલબ કર્યા છે. વિદેશ મંત્રાલયએ નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતને બોલાવીને તેમની સાથે ચર્ચા કરી. આ દરમિયાન ભારતના વિદેશ સચિવે સ્પષ્ટ રીતે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે શનિવારે હોર્મુઝ જળસંધિમાં ભારતીય ઝંડાવાળા 2 જહાજો પર થયેલી ફાયરિંગ ખૂબ જ ગંભીર બાબત છે.

વિદેશ સચિવે આ પણ યાદ અપાવ્યું કે અગાઉ ઈરાને ભારત જતાં જહાજને સુરક્ષિત માર્ગ આપવામાં મદદ કરી હતી. તેથી હવે પણ આશા છે કે ઈરાન સહકાર આપશે.

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ
ઈરાની એક અધિકારીએ જણાવ્યું હતું કે IRGC સાથે સંકલન કર્યા પછી જ બધા જહાજો પસાર થઈ શકશે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર બાદ આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અરાઘચીના નિવેદન બાદ, હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિક વધ્યો, પરંતુ IRGC એ ઈરાની બંદરો પર અમેરિકાના આર્થિક નાકાબંધીના વિરોધમાં ફરીથી વ્યૂહાત્મક જળમાર્ગ બંધ કરી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget