શોધખોળ કરો
Advertisement
બિહારમાં ભાજપ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ? જેડીયુ ભાજપ કરતાં વધુ બેઠકો પર લડશે, જાણો ક્યા પાંચમા પક્ષને એનડીએમાં મળ્યો પ્રવેશ ?
LJPને એનડીએ સાથે જોડી રાખવા માટે ભાજપે પોતાના ક્વોટાની કેટલીક બેઠકો આપી છે.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ હવે તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. એનડીએમાં પણ બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કુલ 243 બેઠકમાંથી જેડીયુ 104 બેઠક અને ભાજપ 100 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટી LJP 30 બેઠકો પર ચૂંટણી લડી શેક છે. જોકે આ ફાઈનલ ફોર્મ્યુલા નથી પણ આ બેઠકોમાં 2-5 સીટથી વધારે ફેરફાર થવાની શક્યતા નથી જણાતી.
આ સાથે જ એનડીએમાં હાલમાં જ જોડાયેલ જીતનરામ માંજીની પ્રટી 4 બેઠક પર ચૂંટણી લડી શકે છે. ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી 5 સીટ પર ઉમેદવાર ઉતારી શકે છે.
નોંધનીય છે કે, NDAથી અલગ થયા બાદ ફરી RLSP એનડીએમાં સામેલ થઈ હતી. આ વખતે તેને સાથે લાવવામાં નીતિશ કુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નીતિશ સાથે મુલાકાત બાદ જ RLSPએ એનડીએમાં જોડાવાવની વાત કહી હતી.
કહેવાય છે કે, LJPને એનડીએ સાથે જોડી રાખવા માટે ભાજપે પોતાના ક્વોટાની કેટલીક બેઠકો આપી છે. હાલમાં જ કૃષિ બીલના વિરોધમાં અકાલી દલે એનડીએનો સાથ છોડી દીધો હતો. માટે હવે ભાજપ નથી ઇચ્છતુ કે કોઈ અન્ય પક્ષ એનડીએથી અલગ થાય. આ જ કારણે ચિરાગ પાસવાનને મનાવવા માટે પોતાના ભાગની કેટલીક બેઠકો જતી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion