શોધખોળ કરો
Advertisement
પત્નીને બહાર હતું લફરું, એન્જિનિયર પતિને ખબર પડી તો ભર્યું આ ચોંકાવનારું પગલું
સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરીદાબાદઃ પત્નીની કચકચથી કંટાળીને એક એન્જિનિયર પતિએ ઝેર ખાઈને જીવન ટુંકાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ઝેર ખાધા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, 45 વર્ષીય શિવકુમાર વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, શિવકુમાર સંત નગરમાં રહેતો હતો. પત્ની અને તેના પ્રેમીથી થતાં દરરોજના ઝઘડાથી કંટાળીને સેક્ટર-55માં રહેવાનુ શરૂ કર્યું હતું. 1999માં શિવકુમારના લગ્ન થયા ત્યારે તે ગુજરાતમાં નોકરી કરતા હતા. પત્ની અને બાળકોના કારણે તેઓ ગુજરાતથી ભિવાનીમાં નોકરી કરવા આવ્યા હતા. સપ્તાહના અંતે ભિવાનીથી ફરીદાબાદ સ્થિત ઘરે આવતો હતો.
આ દરમિયાન પત્નીની પડોશમાં રહેતા ટેક્સી કેબ ડ્રાઇવર સાથે આંખ મળી ગઈ હતી અને બંને જણા રંગરેલિયા મનાવવા લાગ્યા હતા. 22 એપ્રિલે પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પત્નીએ પિયરિયા સાથે મળીને તેની સંપત્તિ પડાલી લીધી હોવાનો આરોપ છે. જે બાદ પત્ની તેના પર દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો.
પોલીસના કહેવા મુજબ, 101-2 દિવસ પહેલા પત્ની ફરીદાબાદ પરત ફરી હતી. જે બાદ ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો. મંગળવારે કોઈ વાતને લઈ પતિ-પત્ની બાખડ્યા હતા. જેનાથી પરેશાન થઈને શિવકુમારે ઘરમાં જ ઝેર પી લીધું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીઓને કરાયા બહાર
ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની થાય છે આવી ભૂંડી હાલત, જુઓ 2018થી લઈ અત્યાર સુધીના આંકડા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion