Weather Updates: ઉત્તરાખંડ, આસામમાં વરસશે વરસાદ, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, જાણો શું છે આગાહી
દેશના અનેક રાજ્યોમાં આ દિવસોમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યો ભારે વરસાદની ઝપેટમાં છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત કદુરતના કહેરનો સામનો કરી રહ્યા છે.
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં આ દિવસોમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યો ભારે વરસાદની ઝપેટમાં છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત કદુરતના કહેરનો સામનો કરી રહ્યા છે. અહીંના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. દિવસેને દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે. હવામાન વિભાગ (IMD) એ આજે એટલે કે 2 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે વિદર્ભમાં 12 સે.મી. થી 20 સે.મી. સુધી વરસાદની આગાહી કરી છે. તેને જોતા IMDએ મહારાષ્ટ્રના વિદર્ભમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, વિદર્ભ, મરાઠવાડા, આસામ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે IMD એ પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, ગુજરાત અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 2 થી 5 સપ્ટેમ્બર સુધી આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. યાનમમાં 2 સપ્ટેમ્બરે તેલંગાણા, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 થી 4 સપ્ટેમ્બર કેરળ અને માહેમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે.
મુંબઈમાં વરસાદની આગાહી
મુંબઈમાં આજે (2 સપ્ટેમ્બર 2024) વરસાદની સંભાવના છે. જો કે આ વરસાદ માત્ર બે દિવસ જ રહેશે. મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળવાની છે. હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. આ પછી ચોમાસું નબળુ પડી જશે. હાલમાં મુંબઈ ઉપનગરમાં મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. લઘુત્તમ તાપમાન પણ 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
દિલ્હીમાં વરસાદની આગાહી
દિલ્હી-NCRમાં વરસાદના અભાવે ફરી એકવાર ભેજવાળી ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. દિવસભર સૂર્યપ્રકાશને કારણે લોકોને પરસેવો વળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (2 સપ્ટેમ્બર 2204) હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ પછી 3 અને 4 સપ્ટેમ્બરે ફરીથી હળવો વરસાદ પડશે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી હોઈ શકે છે. દિવસભર આકાશ વાદળછાયું રહેશે. 5 સપ્ટેમ્બરે ફરી એકવાર યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે.