Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં રામવાડી તળાવ આસપાસ ઉભા થયેલા ગેરકાયદે દબાણ બીજા દિવસે પણ હટાવવાની કામગીરી. 35 જેટલા ગેરકાયદે બાંધકામ ઉપર ચાલ્યું બુલડોઝર
અમદાવાદના ઈસનપુર વોર્ડમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન. રામવાડી તળાવ પાસે ઉભા કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બીજા દિવસે પણ હટાવવામાં આવ્યા. સોમવારે એસ્ટેટ વિભાગે 975 રહેણાંક અને 125 જેટલા કોમર્શિયલ દબાણો પર બુલડોઝર ફેરવ્યુ હતુ. ત્યારે આજે બાકી રહેલા 35 જેટલા ગેરકાયદે બાંધકામોને તોડીને જમીનદોસ્ત કરાયા. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને મજૂરોની સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. ગેરકાયદે બાંધકામ તૂટ્યા બાદ હવે ચાર તબક્કામાં તળાવના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. દબાણ હટાવ્યા બાદ કાટમાળ દૂર કરી તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા કરાશે. સાથે જ તળાવની ફરતે કોટ ઉભો કરી કાયમી વ્યવસ્થા કરવામાં આવશે..



















