Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, ધ્વજ ભગવા રંગનો છે. 10 ફૂટ પહોળો અને 20 ફૂટ લાંબો અને ત્રિકોણાકાર આકારનો છે. ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના ચિહ્નો છે. રામપથ પર ટૂંકા રોડ શો પછી વડાપ્રધાનનો કાફલો જગદગુરુ આદિ શંકરાચાર્ય દ્વારથી મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો. વડાપ્રધાન મોદી અને આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઔપચારિક રીતે ભગવો ધ્વજ લહેરાવ્યો જે મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે. વડાપ્રધાન મોદી દ્વારા લહેરાવામાં આવેલો પવિત્ર ભગવો ધ્વજ ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક સાતત્યનો સંદેશ આપે છે. ધ્વજવંદન સમારોહમાં ભાગ લેતા પહેલા પીએમ મોદીએ સૌપ્રથમ રામ જન્મભૂમિ સંકુલની અંદર સપ્ત ઋષિ મંદિરની મુલાકાત લીધી હતી




















