શોધખોળ કરો

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

IMD Weather Forecast July 2026: ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, ભૂસ્ખલનથી 126 રસ્તાઓ બંધ. દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશમાં ચોમાસું નબળું, પૂર્વોત્તર-બંગાળમાં ભારે વરસાદની શક્યતા.
  • ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન-વરસાદ; દિલ્હીમાં ગરમી-AQI ખરાબ.
  • યુપી-રાજસ્થાનમાં ઘટતો વરસાદ, બંગાળમાં ભારે વરસાદની ચેતવણી.

IMD Weather Forecast July 2026: ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું પડી ગયું છે, પરંતુ પહાડી રાજ્યોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આગામી 6 થી 7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસું એકંદરે નબળું જ રહેશે, જ્યારે પૂર્વોત્તર ભારત અને બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.

ઉત્તરાખંડ અને હિમાચલમાં કુદરતનો કહેર

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને 'રેડ એલર્ટ' જારી કર્યું છે. અહીં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 2 નેશનલ હાઈવે સહિત કુલ 126 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સયાનાચટ્ટી પાસે ભૂસ્ખલન થતાં ઋષિકેશ-યમુનોત્રી નેશનલ હાઈવે છેલ્લા 3 દિવસથી બ્લોક છે. દેહરાદૂનમાં એક નિર્માણાધીન ઈમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા પણ ઘાયલ થઈ છે.

બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં મંડીના જોગીન્દરનગરમાં 60 મીમી, મનાલીમાં 45 મીમી અને શિમલામાં 19 મીમી વરસાદ નોંધાયો છે. શિમલાના મુખ્ય માર્ગ 'કાર્ટ રોડ' પર કોંગ્રેસ ભવન પાસે ઝાડ અને કાટમાળ પડતાં ટ્રાફિક કલાકો સુધી જામ થઈ ગયો હતો.

દિલ્હીમાં ગરમીનો પ્રકોપ અને કથળતી હવાની ગુણવત્તા

ચોમાસા વચ્ચે પણ દિલ્હીવાસીઓ ગરમી અને બફારાથી પરેશાન છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ ભેજને કારણે સાંજે 5:30 વાગ્યે લોકોને 45.7 ડિગ્રી જેવી ભયંકર ગરમીનો અહેસાસ થયો હતો. આ સાથે જ દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) 261 પર પહોંચી ગઈ છે, જે છેલ્લા 85 દિવસમાં (17 એપ્રિલ પછી) સૌથી ખરાબ સ્તર છે. આગામી 7 દિવસ સુધી દિલ્હીના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

યુપીમાં વરસાદની ઘટ, રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ

ઉત્તર પ્રદેશમાં રવિવારે મોટાભાગે હવામાન સૂકું રહ્યું હતું. જોકે, આગામી 24 કલાકમાં પૂર્વ યુપીના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, 1 જૂનથી 12 જુલાઈ સુધી યુપીમાં સામાન્ય (190.9 મીમી) કરતા 17 ટકા ઓછો એટલે કે માત્ર 158.8 મીમી વરસાદ જ નોંધાયો છે.

રાજસ્થાનમાં પણ વરસાદ ખેંચાતા ગરમીનો પારો ઊંચકાયો છે. શ્રીગંગાનગર 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. IMD એ આગામી 2 થી 3 દિવસ માટે પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ (આંધી) આવવાની ચેતવણી આપી છે. જોકે, 13 થી 15 જુલાઈ વચ્ચે જયપુર અને ભરતપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આશા છે.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ

એક તરફ અડધું ભારત વરસાદની રાહ જોઈ રહ્યું છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં મેઘમહેર ચાલુ છે. 14 જુલાઈ સુધી રાજ્યના ઉપ-હિમાલયી વિસ્તારો ઉપરાંત દક્ષિણ બંગાળના બીરભૂમ, નાદિયા, મુર્શિદાબાદ અને બર્ધમાન જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કૂચબિહારના પુંડીબારીમાં સૌથી વધુ 89 મીમી વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...

Frequently Asked Questions

ભારતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

ભારતના મોટાભાગના રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું છે, પણ પહાડી રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. IMD મુજબ, આગામી 6-7 દિવસ ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસું નબળું રહેશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે શું અસર થઈ છે?

ઉત્તરાખંડમાં 'રેડ એલર્ટ' છે, જ્યાં ભૂસ્ખલનને કારણે 2 નેશનલ હાઈવે સહિત 126 રસ્તાઓ બંધ છે. હિમાચલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે શિમલામાં ટ્રાફિક જામ થયો હતો.

ચોમાસા દરમિયાન દિલ્હીમાં હવામાન કેવું છે?

દિલ્હીમાં ગરમી અને બફારાનો પ્રકોપ છે. ભેજને કારણે લોકોને 45.7 ડિગ્રી જેવી ગરમીનો અહેસાસ થયો હતો. હવાની ગુણવત્તા પણ છેલ્લા 85 દિવસમાં સૌથી ખરાબ (AQI 261) સ્તરે પહોંચી છે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હવામાનની શી આગાહી છે?

ઉત્તર પ્રદેશમાં વરસાદની ઘટ છે, જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget