શોધખોળ કરો

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી, આ શહેરમાં તાપમાન સૌથી ઓછું 2.7 ડિગ્રી નોંધાયું

ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પર અસર પહોંચી છે. શીતલહેરને કારણે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૫.૪ અને ગુરુશિખર પર માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું છે.

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનને પગલે ગુજરાતભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યના ૧૧ શહેરમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. મંગળવારે નલિયા 2.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયામાં તાપમાન ૩ ડિગ્રીથી નીચે ગયું હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર ચોથી અને છેલ્લા ૧૦ દિવસમાં બીજી વાર બન્યું છે. અગાઉ ૧૯ ડિસેમ્બરના ૨.૫ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાનો પવન છે. બે દિવસ દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવ યથાવત રહેશે. જેમાં આજે કચ્છ-પોરબંદર-જુનાગઢ-ભાવનગર-રાજકોટ-બનાસકાંઠા-સાબરકાંઠા-ગાંધીનગર જ્યારે આવતીકાલે કચ્છ-પોરબંદર-બનાસકાંઠા-સાબરકાંઠા-ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૧થી ૧૩ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પર અસર પહોંચી છે. શીતલહેરને કારણે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૫.૪ અને ગુરુશિખર પર માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું છે. માઉન્ટ આબુમાં ગાત્રો થીજવતી ઠંડીના કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વધુમાં તાપમાન ખૂબ જ નીચું જતાં આબુની ધરતી પર બરફના થર જામ્યા હતા. તળાવમાં પણ પાણી બરફ થઈ ગયું હતું. હવામાન વિભાગે રાજ્યના ડઝનથી વધુ જિલ્લાઓમાં ૩૧મી ડિસેમ્બર સુધી અતિ ઠંડીની ચેતવણી આપી છે. તો દિલ્હીમાં પણ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષાને કારણે ગાત્રો થીજાવતી ઠંડીથી પ્રવાસન અને વ્યાપારિક કેન્દ્રોમાં સામાન્ય જનજીવન ખોરવાયું શ્રીનગર, બડગામ અને પુલવામા જિલ્લાઓમાં સવારથી હિમ વર્ષા પડી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમી હિમાલયમાંથી ઠંડા અને સૂકા પવનોના કારણે ઉત્તર ભારતના મેદાની મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધુ નીચે ગયું છે. દિલ્હીમાં તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું હતું. શીતલહેરના કારણે મેદાની વિસ્તારોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યામાં પારો વધુ બે ડિગ્રી ગગડી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget