શોધખોળ કરો

મોદી સરકાર અનલોક 4માં 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલી દેશે ? જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું ?

અહેવાલના દાવા પ્રમાણે, મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં છે. અનલોક 4 દરમિયાન શું શું ખૂલશે તેની અટકળો ચાલી રહી છે. મોદી સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના પણ અહેવાલ પ્રસિધ્ધ થયા છે પણ સરકારી સૂત્રોના મતે સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા ઓછી છે. આ પહેલાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા છે. મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારી સૂત્રો સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી રહ્યા છે. મીડિયામાં છપાયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે, દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે છતાં મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની ક્વાયત શરૂ કરી છે. આ અહેવાલના દાવા પ્રમાણે, મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં ફરતા થયા છે. આ અહેવાલો પ્રમાણે, મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલશે તેમાં સૌથી પહેલાં તમામ કોલેજો તથા ધોરણ 11 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરાશે. એ પછી ધોરણ 8થી ધોરણ 10 અને પછી ધોરણ 5થી ધોરણ 7ના વર્ગો શરૂ કરાશે. આ રીતે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલી દેવાશે એવો દાવો કરાયો હતો પણ આ દાવામાં દમ નથી તેવી સ્પષ્ટતા મોદી સરકારે કરી દેતાં આ વાતોમાં આવી જવા જેવું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget