શોધખોળ કરો

Corona Cases Today: દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે નોંધાયા કેસ

India Covid-19 Update: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 1600થી વધુ કેસ દિલ્હીમાં છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા છે. શુક્રવારે 3377 નવા કોરોના કેસ અને 60 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3303 નવા કેસ અને 39 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 2927 નવા કેસ અને 32 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1399 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.

એક્ટિવ કેસમાં થઈ રહ્યો છે વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,684 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,803 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,33,377લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 188,89,90,935 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,58,059 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.

ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.

રસીકરણ પર મૂક્યો ભાર

ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

કોરોના વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરો

કોરોનાના કેસોને રોકવા અને ટાળવા માટે બીજું શું કરવું જોઈએ તેના પર વાઈરોલોજિસ્ટે કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધતા જતા કેસ વચ્ચે શાળાઓ બંધ કરવી જોઈએ, ત્યારે ડો જ્હોને કહ્યું કે શાળાઓ બિલકુલ બંધ કરવી જોઈએ નહીં. શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે કે કેમ તેના પર વાઈરોલોજિસ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં જ્યાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં કેસમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કેસમાં વધારો જરાય ટકી રહ્યો નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવા પ્રકાર સામેલ છે. જો કે, વેરિયન્ટ સ્ક્રીનીંગ ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને કોરોના વાયરસ આપણને ફરીથી આશ્ચર્યમાં ન નાખે.

Corona Cases Today: દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે નોંધાયા કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget