India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ 1,25,028 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,386 થયો છે.
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. જુલાઈ મહિનામાં આઠમી વખત 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં18,840 નવા કેસ નોંધાયા અને 43 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,104 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.25 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.25 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,25,028 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,386 થયો છે. અત્યાર સુધીમાં 4,29,53,980 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,65,36,288 થયો છે, જેમાંથી ગઈકાલે 12,26,795 ડોઝ આપવામાં આવ્યા હતા.
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા નોંધાયા કેસ
8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
#COVID19 | India reports 18,840 fresh cases, 16,104 recoveries, and 43 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 9, 2022
Active cases 1,25,028
Daily positivity rate 4.14% pic.twitter.com/YLiCI8DHlv
આ પણ વાંચોઃ
અમરનાથ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં ફાટ્યું વાદળ, કાટમાળમાં દબાયા અનેક ઘર અને વાહન, જુઓ તસવીરો