(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: ભારતમાં સતત ચોથા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ નવા કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
India Corona Cases Today : ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
India Corona Cases Today ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કુલ એક્ટિવ કેસઃ 21,87,205
કુલ ડિસ્ચાર્જઃ 3,65,60,650
કુલ મૃત્યુઆંકઃ 4,89,409
કુલ રસીકરણઃ 161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે 15 મોત થયા હતા.
India reports 3,33,533 new COVID cases (4,171 less than yesterday), 525 deaths, and 2,59,168 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 23, 2022
Active case: 21,87,205
Daily positivity rate: 17.78%) pic.twitter.com/h8Hmvjwqsj