(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Update:છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43 હજાર નવા કોરોનાના કેસ, 83 ટકા કેસ માત્ર છ રાજ્યોમાંથી આવ્યા
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 99 હજાર 130 પર પહોંચી છે. જેમાંથી 1 કરોડ 11 લાખ 30 હજાર 288 સંક્રમણથી એકદમ સ્વસ્થ થયા છે. જ્યારે 1 લાખ 59 હજાર 755 દર્દીઓએ સંક્રમણના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હાલ 3 લાખ 9 હજાર 87 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43 હજાર 846 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 99 હજાર 130 પર પહોંચી છે. જેમાંથી 1 કરોડ 11 લાખ 30 હજાર 288 સંક્રમણથી એકદમ સ્વસ્થ થયા છે. જ્યારે 1 લાખ 59 હજાર 755 દર્દીઓએ સંક્રમણના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હાલ 3 લાખ 9 હજાર 87 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં સામે આવેલા નવા કેસમાં 83 ટકા કેસ માત્ર 6 રાજ્યોમાંથી આવ્યા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 27 હજાર 126 નવા કેસ નોંધાયા છે. પંજાબમાં 2578, કેરલમાં 2078, કર્ણાટકમાં 1798, ગુજરામાં 1565 અને મધ્યપ્રદેશમાં 1308 નવા કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 197 લોકોના મોત થયા છે. જેમાં 197 મોતમાંથી 86.8 ટકા મોત 6 રાજ્યોમાં થયા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ, છત્તીસગઢ, તમિલનાડુ અને કર્ણાટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 92 મોત થયા છે. આ સિવાય પંજાબમાં 38, કેરલમાં 15, છત્તીસગઢમાં 11, તમિલનાડુમાં 8 અને કર્ણાટકમાં 7 લોકોના મોત થયા છે.
ભારતમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત અને હરિયાણા છે. આ રાજ્યોમાં એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1,92,294, તમિલનાડુમાં 7,291, પંજાબમાં 16,988, મધ્યપ્રદેશમાં 7,344, દિલ્હીમાં 3,409, કર્ણાટકમાં 12,847, ગુજરાતમાં 6737 અને હરિયાણામાં 4830 એક્ટિવ કેસ છે.
દેશમાં 4,46,03,841 લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ હતી. રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આપવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા છે, જ્યારે રિકવરી રેટ આશરે 96 ટકા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.