શોધખોળ કરો

Corona Update: છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો દેશમાં મહામારીની હાલની સ્થિતિ

હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 30 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38949 નવા કેસ સામે આવ્યા છે અને 542 લોકના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 41806 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40026 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 1619 એક્ટિવ કેસ ઘટ્યા છે.

કોરોનાના કુલ કેસ

હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 30 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 12 હજાર 531 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 83 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 26 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.

39 કોરડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 15 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 53 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 38 લાખ 78 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.55 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે. ગઈકાલે 38 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં સતત ચોથા દિવસે ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.

રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ

ગુજરાતમાં હાલ 637 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર પર છે. 629 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૯, અમદાવાદમાં 6, રાજકોટમાં 4, વડોદરામાં 3, ગીર સોમનાથમાં 2, નવસારીમાં 2, રાજકોટમાં 2 તથા આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, મહીસાગર, સાબરકાંઠા અને વલસાડમાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

ક્યાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે.

કેટલા લોકોએ લીધી રસી

કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 90 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,673 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.70% છે.  રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,87,54,257 પર પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget