શોધખોળ કરો

Corona Update: દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ કોરોનાના કેસ, 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે.

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 50848 નવા કોરોના કેસ આવ્યા અને 1358 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 68817 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 19327 ઘટી ગઈ છે. આ પહેલા સોમવારે 42640 નવા કેસ આવ્યા હતા.

કોરોનાની દેશમાં સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 28 હજાર 709
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 89 લાખ 94 હજાર 855
  • કુલ એક્ટિવ કેસ - 6 લાખ 43 હજાર 194
  • કુલ મોત - 3 લાખ 90 હજાર 660

દેશમાં સતત 41માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા કરતાં રિકવરી થયેલ કેસની સંખ્યા વધારે છે. 22 જૂન સુધી દેશભરમાં 29 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે રેકોર્ડ 54 લાખ 24 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 59 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી વધારે છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 135 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.15  ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,53,300 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 612 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.15 ટકા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5159 દર્દી એક્ટિવ છે. જે પૈકી 86 દર્દી વેન્ટિલેટર પર છે. 5073 લોકો સ્ટેબલ છે. 807424 દર્દી સાજા થઇ ચુક્યા છે. ગઈકાલે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, આણંદ 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત સાથે કુલ 3 લોકોના મોત થયા છે. કુલ 10037 લોકોનાં મોત નિપજ્યાં છે.

આજના નવા કેસની ચર્ચા કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 30 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં 10, સુરત જિલ્લામાં 8, વડોદરા શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 6, જૂનાગઢમાં 5, કચ્છમાં 5, વલસાડમાં 5, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે.

45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 67759 લોકોને પ્રથમ ડોઝ અને 50119 લોકોને બીજો ડોઝ અપાયો છે. જ્યારે 18થી 45 વર્ષ સુધીના નાગરિકો પૈકી 310741 ને પ્રથમ ડોઝ અને 17164 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget