India Coronavirus : દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર લોકો થયા સંક્રિમિત, 338 લોકોએ જીવ ગુમાવ્યાં
છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે તો 34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી
India Coronavirus: : કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.
કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ3 કરોડ 32 લાખ 36 હજાર 921
- કુલ ડિસ્ચાર્જઃ3 કરોડ 24 લાખ 9 હજાર 345
- કુલ એક્ટિવ કેસઃ 3લાખ 84 હજાર 921
- કુલ મોતઃ4 લાખ 42 હજાર 655
- કુલ રસીકરણઃ 73 કરોડ 82 લાખ 7 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 11 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 73 કરોડ 82 લાખ 7 હજાર લોકોને કોરોનાના ડોઝ અપાઇ ચૂક્યાં છે. ગત દિવસોમાં 72.86 લાખ રસી લગાવવામાં આવી હતી. તો ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન (આઇસીએમઆર) મુજબ અત્યાર સુધીમાં 54 કરોડના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 17 લાખ લોકોના સેમ્પલ વિતેલા દિવસોમાં લેવામાં આવ્યાં હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુગદર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.49 ટકા છે. એક્ટિવ કેસ 1.18ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત 7માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ છે.