શોધખોળ કરો
Advertisement
ભારતે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર લગાવેલ પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવ્યો, ગયા વર્ષે માર્ચમાં લાગુ થયો હતો
કોરોના વાયરસને કારણે વિતેલા વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર લાગેલ પ્રતિબંધને 31 માર્ચ સુધી વધારી દેવામાં આવ્યો છે. શુક્રવારે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે એક સ્ટેટમેન્ટમાં તેની જાણકારી આપી છે. ડીજીસીએએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, “કોમ્પિટન્ટ ઓથોરિટીએ ભારતમાં આવતી અથવા જતી શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સના વિષય પર બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરની વેલિડિટીને 31 માર્ચ, 2021 સુધી વધારી દેવામાં આવી છે.”
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો સંચાલન અને ડીજીસીએ તરફથી મંજૂરી મળેલ ફ્લાઈટ્સ પર લાગુ નહીં થાય. તેની સાથે જ ડીજીસીએએ કહ્યું કે, “જોકે, આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સને સક્ષમ પ્રાધિકારી દ્વારા પસંદગીના રૂટ પર કેસ-ટૂ-કેસના ધોરણે મંજૂરી આપવામાં આવી શકે છે.”
વિતેલા વર્ષે માર્કેચમા લાગ્યો હતો પ્રતિબંધ
કોરોના વાયરસને કારણે વિતેલા વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. વિતેલા મહિનામાં કેન્દ્ર સરાકરે અર્થવ્યવસ્થાના મોટાભાગના ક્ષેત્રો પરના પ્રતિબંધમાં છૂટ આપી છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પૂરી રીતે ચાલુ કરવામાં નથી આવી. કેન્દ્ર સરકારે બાદમાં વિતેલા વર્ષે ઘરેલુ ફ્લાઈટ્સને મંજૂરી આપી હતી.
વિતેલા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાતા નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ત્યાંની ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement