(Source: ECI/ABP News/ABP Majha)
India in UN: પાકિસ્તાને UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે
India Criticize Pakistan in UN: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બુધવારે (14 ડિસેમ્બર) પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરના જવાબની ખૂબ ચર્ચા થઈ રહી છે. કોઈ પણ દેશનું નામ લીધા વિના પાકિસ્તાનની નિંદા કરતા જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા આપણા સમયના મુખ્ય પડકારો પર અસરકારક પ્રતિભાવ પર નિર્ભર છે પછી તે રોગચાળો હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય.
"Hosting Osama Bin Laden..."Jaishankar's sharp response to Pakistan's Bhutto after 'Kashmir remark' in UN
— ANI Digital (@ani_digital) December 14, 2022
Read @ANI Story | https://t.co/OTAAwhrzo9#UN #IndiaPakistan #UNSC pic.twitter.com/tVIKLlh872
તેમણે વધુમાં કહ્યું કે, "દુનિયા જેને અસ્વીકાર્ય માને છે તેને ન્યાયી ઠેરવવાનો પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં. પાકિસ્તાન તરફ ઈશારો કરતા તેમણે કહ્યું હતું કે આ ચોક્કસપણે સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરતા દેશને લાગુ પડે છે." તેમણે કહ્યું કે ઓસામા બિન લાદેનને હોસ્ટ કરવો કે પડોશી દેશની સંસદ પર હુમલો કરવો તે આ કાઉન્સિલ સમક્ષ ઉપદેશ આપવા માટે પુરાવા તરીકે કામ કરી શકે નહીં.
EAM @DrSJaishankar hits out at Pakistan as Pak FM Bilawal Bhutto Zardari raked up Kashmir at the UNSC @ABPNews pic.twitter.com/F4URoidssn
— Ashish Kumar Singh (ABP News) (@AshishSinghLIVE) December 14, 2022
જયશંકરનો જવાબ ભુટ્ટોએ UNSCની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ આવ્યો હતો જ્યારે ભારતના ડિસેમ્બરમાં પ્રમુખપદ હેઠળ સુધારેલા બહુપક્ષીયવાદ માટે નવા અભિગમની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે.
Jaishankar discusses India's G20 Presidency with UN chief
— ANI Digital (@ani_digital) December 14, 2022
Read @ANI Story | https://t.co/YqEp0dZflK#Jaishankar #AntonioGuterres #UNSC #India #G20India pic.twitter.com/IbrhkbBnGB
જયશંકરે કહ્યું, “સુરક્ષા પરિષદની છત્રછાયા હેઠળ બહુપક્ષીય ઉકેલો શાંતિને પ્રોત્સાહન આપવા અને તકરાર ઉકેલવા માટે સૌથી અસરકારક અભિગમ પૂરો પાડે છે. વિવાદના પક્ષકારો એક દિવસ બહુપક્ષીય પ્રક્રિયા, બહુપક્ષીય સુધારાની હિમાયત કરી શકતા નથી અને બીજા દિવસે દ્વિપક્ષીય માર્ગ પર આગ્રહ રાખે છે અને અંતે એકપક્ષીય કાર્યવાહીનો અમલ કરે છે.
બિલાવલ ભુટ્ટોએ આ વાત કહી હતી
સુરક્ષા પરિષદમાં ભારતના સમાવેશની માંગ વચ્ચે ભુટ્ટોએ કહ્યું, "યુએનએસસીમાં નવા સ્થાયી સભ્યો ઉમેરવાથી સંખ્યાત્મક રીતે યુએનના મોટાભાગના સભ્ય દેશોની સુરક્ષા પરિષદમાં હાજર રહેવાની શક્યતા ઓછી થઈ જશે. આપણે સૌની સાર્વભૌમ સમાનતાનું પાલન કરવું જોઈએ અમુકની સર્વોપરિતાનું નહીં.