(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
Covid-19 Update in India: સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના 21 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે. જ્યારે 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 લાખ 49 હજાર 482 થઈ ગઈ છે. આ સિવાય કોરોનાથી સંક્રમિત 21 હજાર 219 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW
— ANI (@ANI) July 22, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 60 દર્દીઓના મોત થયા હતા. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,930 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,49,482 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 601 કેસનો વધારો થયો છે. દર્દીઓનો સ્વસ્થ થવાનો નેશનલ દર 98.46 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 21219 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તેમાંથી કેરળમાં 3188, બંગાળમાં 3124, મહારાષ્ટ્રમાં 2400 અને તમિલનાડુમાં 2290 લોકોએ કોવિડને હરાવ્યો છે. અન્ય રાજ્યોમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 2 હજારથી નીચે રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,31,71,653 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,49,482 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં તેમાં 601નો વધારો થયો છે. આમાં પંજાબમાં 390, જમ્મુ-કાશ્મીરમાં 353 અને છત્તીસગઢમાં 293 કેસ વધ્યા છે. એક્ટિવ કેસોમાં સૌથી વધુ ઘટાડો બંગાળ (644) અને ઓડિશા (634) અને કેરળ (548)માં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,95,359 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં કુલ 37,06,997 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 2,01,30,97,819 ડોઝ આપવામાં આવ્યા છે.