શોધખોળ કરો

INS VAGIR: દરિયામાં ઇન્ડિયન નેવીની સતત વધી રહી છે તાકાત, બે વર્ષમાં નેવીના કાફલામાં સામેલ થઇ ત્રણ સબમરીન

ભારતીય નૌકાદળના આધુનિકીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે

Indian Navy: ભારતીય નૌકાદળની તાકાત સતત વધી રહી છે. ઇન્ડિયન નેવીની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી નેવીમાં  થાય છે. ભારતીય નૌકાદળ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે.

દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે નેવી કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. ભારતનો કુલ દરિયાકિનારો 7,516 કિમી છે. આ સંદર્ભમાં ભારતીય નૌકાદળની જવાબદારી વધુ વધી જાય છે. તેને આંતરિક સુરક્ષા અને દરિયાઈ વેપાર સંબંધિત પડકારોનો સામનો કરવાનો છે.

સ્વદેશી સબમરીન INS VAGIR નેવીમાં સામેલ કરવામાં આવી

ભારતીય નૌકાદળના આધુનિકીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 23 જાન્યુઆરીએ સ્વદેશી સબમરીન INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે. આ સાથે ભારતીય નૌકાદળે પ્રોજેક્ટ 75 અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત એક સમારોહમાં INS ને નેવીમાં સામેલ કરવામાં આવી હતી. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં તેને નેવીમાં સામેલ કરવામાં આવી હતી. INS વાગીર છેલ્લા બે વર્ષમાં નેવીમાં સામેલ કરવામાં આવેલી ચોથી સબમરીન છે.

ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં પ્રભુત્વ વધશે

આ સબમરીન એવા સમયે નેવીમાં સામેલ થઈ છે જ્યારે ચીન સાથે સીમા વિવાદની ઘટનાઓ વધી છે. તેની સાથે ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની વધતી હાજરી વચ્ચે ભારતીય નૌકાદળને આટલી શાનદાર સબમરીન મળી છે. INS વાગીર ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડના સબમરીન કાફલાનો ભાગ બનશે.

દુશ્મનોથી બચવામાં માહિર

INS વાગીર આધુનિક શસ્ત્રોથી સજ્જ અત્યાધુનિક સ્ટીલ્થ ટેક્નોલોજી સાથેની ઘાતક સબમરીન છે. આનાથી ભારતીય નૌકાદળની લડાઇ અને પ્રતિભાવ ક્ષમતામાં ઘણો વધારો થશે. આ સબમરીન વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સેન્સર અને હથિયારોથી સજ્જ છે. આમાં 'વાયર ગાઈડેડ ટોર્પિડોઝ' અને સરફેસ-ટુ-સર્ફેસ મિસાઈલોનો સમાવેશ થાય છે. સબમરીન ખાસ મિશન માટે મરીન કમાન્ડોને ઉતારવાની ક્ષમતા ધરાવે છે. તેનું પાવરફુલ ડીઝલ એન્જિન બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે. આ સબમરીન સ્વરક્ષણ માટે અત્યાધુનિક 'ટોર્પિડો ડેકોય સિસ્ટમ'થી સજ્જ છે. સબમરીનની ખાસિયત એ છે કે તે આધુનિક રડારથી બચી શકે છે. તેની પાસે લાંબા અંતરની ગાઈડેડ ટોર્પિડો અને યુદ્ધવિરોધી મિસાઈલ છે. આ સબમરીન દુશ્મનના મોટા કાફલાને બેઅસર કરવાની ક્ષમતા ધરાવે છે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન

INS વાગીરને Mazagon Dock Shipbuilders Limited (MDL) બનાવવામાં આવ્યું છે. તે ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપના સહયોગથી બનાવવામાં આવ્યું છે. 'વાગીર'નો અર્થ 'સેન્ડ શાર્ક' છે, જે ગુપ્તતા અને નિર્ભયતાની ભાવના દર્શાવે છે. આ બે ગુણોને કારણે જ સબમરીનનું નામ વાગીર રાખવામાં આવ્યું છે. 'હિંમત, બહાદુરી અને સમર્પણ' આ સબમરીનનું સૂત્ર છે. સબમરીન INS VAGIR દુશ્મનને રોકવા માટે ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરશે. આનાથી દેશના દરિયાઈ હિતોના રક્ષણમાં મદદ મળશે. આ સબમરીન કટોકટીના સમયમાં નિર્ણાયક રીતે પ્રહાર કરવા માટે ગુપ્તચર માહિતી, સર્વેલન્સ અને જાસૂસી કામગીરી કરવામાં પણ મદદરૂપ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget