શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

PM Modi Oath: નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજીવાર લેશે PM પદની શપથ, આ 7 દેશોના નેતાઓ થશે સામેલ, ત્રિપલ લેયર સુરક્ષા

PM Third Term Oath: NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું

PM Third Term Oath: NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મુર્મુએ મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને 293 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ, નેશનલ સિક્યૂરિટી ગાર્ડ (NSG) કમાન્ડો, ડ્રૉન અને 'સ્નાઈપર્સ' તૈનાત કરવામાં આવી છે. વિદેશી મહેમાનો રાજધાનીની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય હૉટલમાં રોકાશે. જેના કારણે હૉટલોને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવી છે.

પોલીસ અને એનએસજી કમાન્ડો રહેશે તૈનાત 
સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસના અધિકારીઓએ સમારોહને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજનાઓ બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટર અને નવી દિલ્હી જિલ્લામાં ઘણી બેઠકો યોજી હતી. શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાનું છે, તેથી સંકુલની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે. દિલ્હી પોલીસના જવાનોને 'આઉટર સર્કલ' પર તૈનાત કરવામાં આવશે, ત્યારબાદ અર્ધલશ્કરી દળો અને રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા કર્મચારીઓને 'ઇનર સર્કલ'માં તૈનાત કરવામાં આવશે.

જી-20 શિખર સંમેલનની જેવી ગોઠવાશે વ્યવસ્થા 
અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ અને દિલ્હી સશસ્ત્ર પોલીસ (ડીએપી) કર્મચારીઓ સહિત લગભગ 2,500 પોલીસ કર્મચારીઓને સ્થળની આસપાસ તૈનાત કરવાની યોજના છે, અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મહાનુભાવો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગો પર 'સ્નાઈપર્સ' અને સશસ્ત્ર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે અને નવી દિલ્હી જિલ્લામાં મહત્વપૂર્ણ સ્થળોએ ડ્રોન તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આયોજિત G-20 સમિટ દરમિયાન જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે જ રીતે સુરક્ષા કોર્ડન રહેવાની શક્યતા છે.

અધિકારીએ કહ્યું કે, દિલ્હીના મધ્ય ભાગ તરફ જતા ઘણા રસ્તાઓ રવિવારે બંધ થઈ શકે છે અથવા સવારથી જ ટ્રાફિક બદલાઈ શકે છે. શનિવારથી જ રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ચેકિંગ વધારવામાં આવશે.

આ વિદેશી નેતાઓ થશે સામેલ 
શ્રીલંકાના રાષ્ટ્રપતિ- રાનિલ વિક્રમસિંઘે
માલદીવના પ્રમુખ- ડૉ. મોહમ્મદ મુઇઝુ
સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ- અહેમદ અફિક
બાંગ્લાદેશના વડાપ્રધાન - શેખ હસીના
મૉરેશિયસના વડાપ્રધાન - પ્રવિંદ કુમાર જુગનાથ
નેપાળના વડાપ્રધાન - પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'
ભૂટાનના વડાપ્રધાન- શેરિંગ તોબગે

રાષ્ટ્રપતિ મુર્મુએ નરેન્દ્ર મોદીને દહીં ખવડાવ્યું 
રાષ્ટ્રપતિ ભવનના એક રીલીઝ મુજબ, “પ્રાપ્ત વિવિધ પત્રોના આધારે, રાષ્ટ્રપતિએ અવલોકન કર્યું કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન નવી રચાયેલી 18મી લોકસભામાં બહુમતી મેળવવા અને સ્થિર સરકાર બનાવવાની સ્થિતિમાં છે. "ભારતના બંધારણના અનુચ્છેદ 75(1) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, શ્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે." રવિવારે સાંજે 7.15 કલાકે કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

રાષ્ટ્રપતિ મુર્મૂએ મોદીને મનોનયનનો પત્ર સોંપ્યા 
મોદીએ શુક્રવારે સાંજે અહીં રાષ્ટ્રપતિ ભવનમાં મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ મોદીને નામાંકન પત્ર સોંપ્યો. "રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ એનડીએના નેતા અને વડાપ્રધાન તરીકે નિયુક્ત નરેન્દ્ર મોદીને દહીં ખવડાવ્યું અને તેમને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું," ભાજપે મુર્મૂ અને મોદીની તસવીર સાથે 'X' પર પોસ્ટમાં જણાવ્યું હતું. . સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભાજપ, ટીડીપી, જેડી(યુ), શિવસેના અને એલજેપી (આર)ના તમામ મુખ્ય સાથી પક્ષોને સરકારમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget