શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્ડિયા પૉસ્ટ કરશે કોરોના ટેસ્ટિંગ કિટ્સની ડિલીવરી, દિવસમાં 1 લાખ ટેસ્ટ કરવાનુ લક્ષ્ય
સરકારના મતે ભારતના દરેક વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ કિટ પહોંચાડવી પ્રાથમિકતા અને અનિવાર્યતા છે, જેથી આ બિમારીની દરેકને ખબર પડી શકે
નવી દિલ્હીઃ આખુ વિશ્વ આ સમયે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહ્યું છે, અમેરિકાથી લઇને ઇટાલી, સ્પેન અને બ્રિટન જેવા વિકસિત દેશો બાદ ભારત પર પણ આનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. ભારત સરકાર આને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે, અને આ અંતર્ગત સરકાર દ્વારા એક મોટુ પગલુ ભરવામાં આવી રહ્યુ છે.
સરકારના મતે ભારતના દરેક વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ કિટ પહોંચાડવી પ્રાથમિકતા અને અનિવાર્યતા છે, જેથી આ બિમારીની દરેકને ખબર પડી શકે.
આના પર વિચાર કરતાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) અને ઇન્ડિયા પૉસ્ટે ગઠબંધન કર્યુ છે. ઇન્ડિયા પૉસ્ટ આખા દેશમાં કોરોના વાયરસ ટેસ્ટિંગ માટે કૉવિડ-19 ટેસ્ટિંગ કિટને પોતાના 16 ક્ષેત્રિય ડેપોથી 200 અતિરિક્ત લેબમાં ડિલીવરી કરશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવાયુ છે કે આઇસીએમઆરે એક દિવસમાં આખા દેશમાં એક લાખ ટેસ્ટ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. આ મહત્વના કામ માટે 156000 પૉસ્ટ ઓફિસના મોટા નેટવર્કની સાથે ઇન્ડિયા પૉસ્ટ કૉવિડ-19 વૉરિયર્સમાં ફેરવાઇ જશે.
સત્તાવાર નિવેદનમાં કહેવાયુ છે કે ટેસ્ટિંગ કિટ્સની ડિલીવરીની સૂચના લેબના પ્રતિદિનના આધાર પર વૉટ્સએપ દ્વાર આપવામાં આવશે. ઇન્ડિયા પૉસ્ટ કોલકત્તા, રાંચી, પટના, જોધપુર, અજમેર, જયપુર, ઇન્ફાલ અને આઇજોલ સહિતની અન્ય જગ્યાઓ પર ડિલીવરી કરી ચૂક્યુ છે. આ કિટ્સ એક ડ્રાઇ આઇસમાં પેક કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion