શોધખોળ કરો
Advertisement
PAKમાં બે ભારતીયોની ધરપકડ, ભારતની માંગ- કોઇ પણ નુકસાન પહોંચાડ્યા વિના પાછા મોકલો
પાકિસ્તાન પોલીસે દાવો કર્યો હતો કે વૈનધમ અને ધારીલાલની યઝમન પોલીસના એક પેટ્રોલિંગ ટીમે ત્યારે ધરપકડ કરી હતી
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનમાં પકડાયેલા બે ભારતીય નાગરિકો સુધી ડિપ્લોમેટ પહોંચ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. ભારતે આ સાથે ઇચ્છા જાહેર કરી હતી કે બંન્નેને પાકિસ્તાનના પ્રોપેગ્રેન્ડાનો શિકાર થવો પડશે નહીં. નોંધનીય છે કે તેલંગણા અને મધ્યપ્રદેશના નિવાસી પ્રશાંત વૈનધમ અને વરીલાલની 14 નવેમ્બરના રોજ બહવાલપુરમાં ધરપકડ કરાઇ હતી. પાકિસ્તાન પોલીસે દાવો કર્યો હતો કે વૈનધમ અને ધારીલાલની યઝમન પોલીસના એક પેટ્રોલિંગ ટીમે ત્યારે ધરપકડ કરી હતી જ્યારે બહાવલપુર જિલ્લામાં ચોલિસ્તાન ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમને આશા છે કે બંન્ને પાકિસ્તાનના પ્રોપેગ્રેન્ડાનો શિકાર નહી થાય. બંન્નેને નુકસાન પહોંચાડ્યા વિના ભારત પાછા મોકલી દેવા જોઇએ. ભારતે માંગણી કરી હતી કે બંન્ને નાગરિકો વેનધમ અને ધારીલાલને ડિપ્લોમેટ મદદ આપવી જોઇએ જેમને પાકિસ્તાની અધિકારીઓએ ધરપકડ કરી છે. બીજી તરફ હૈદરાબાદના રહેવાસી પ્રશાંતના પિતા બાબૂરાવે દાવો કર્યો હતો કે, તેમનો દીકરો બે વર્ષથી ગુમ હતો. તે વ્યવસાયે એન્જિનિયર છે. બાબૂરાવે કહ્યું કે, તેમણે એપ્રિલ 2017માં મધુપુર જિલ્લા પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.Hope two Indians don't become victims of Pak propaganda; both should be repatriated without any harm: MEA.
— Press Trust of India (@PTI_News) November 21, 2019
India asks Pakistan to provide consular access to two of its nationals, Prashant Vaindam and Dhari Lal, arrested by Pak authorities: MEA.
— Press Trust of India (@PTI_News) November 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement