શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા ટ્રમ્પ ભારતમાં બે દિવસ સુધી શું શું કરશે, વાંચો આખુ શિડ્યૂલ......
બપોરે 12 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચશે, પીએમ મોદી તેમને અમદાવાદ એરપોર્ટ પર લેવા જશે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. ત્યારબાદ બન્ને પોત-પોતાની ગાડીઓમાં સાબરમતી આશ્રમ જશે. ત્યાં 20 મિનીટ વિતાવશે
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. તે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સાથે સાબરમતી નદીના કિનારે આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત કરશે. બાદમાં દુનિયાના સૌથી મોટો મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનુ ઉદઘાટન કરશે. જાણો બે દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા ટ્રમ્પ ભારતમાં શું શું કરવાના છે.......
* 24 ફેબ્રુઆરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
12:00 Pm: બપોરે 12 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચશે, પીએમ મોદી તેમને અમદાવાદ એરપોર્ટ પર લેવા જશે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. ત્યારબાદ બન્ને પોત-પોતાની ગાડીઓમાં સાબરમતી આશ્રમ જશે. ત્યાં 20 મિનીટ વિતાવશે.
1:15 Pm: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પહોંચશે, અહીં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ હશે.
3:30 Pm: અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમની પત્ની મેલાનિયા આગરા જવા રવાના થશે.
4:30 Pm: ટ્રમ્પ આગરામાં તાજનમહેલ જોવા જશે, તેમને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સાંજે પાંચ વાગે તાજમહેલ બતાવશે. ત્યારબાદ ટ્રમ્પ અને તેમની પત્ની સાંજે 5:30 વાગ્યા સુધી દિલ્હી આવશે.
25 ફેબ્રુઆરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
9:00 Am- ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત થશે.
11.30 Am: નવી દિલ્હીનો હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. આ બધાની વચ્ચે મેલાનિયા ટ્રમ્પ દિલ્હી સરકારની સરકારી સ્કૂલની મુલાકાત લેશે, અને બાળકો સાથે મુલાકાત કરશે.
4:30 Pm: અમેરિકન રાષ્ટ્રપતિ દુતાવાસના સ્ટાફ સાથે મુલાકાત કરશે.
8:00 pm- રાત્રે આઠ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં બન્ને માટે ડીનરનુ આયોજન કરવામાં આવશે.
10:00pm- રાત્રે 10 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા જર્મની જવા રવાના થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion