Weather: ભયાનક ગરમીની આગાહી, માર્ચ સુધી આટલી બધી ડિગ્રી સુધી પહોંચી જશે પારો, જાણો આગઝરતી ગરમી વિશે....
હવામાનના ઝડપી ફેરફારની વચ્ચે હવામાન વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, આ વખતે માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
UP Weather News: દેશમાં હવે ધીમે ધીમે શિયાળાની વિદાય અને ઉનાળીની શરૂઆત થઇ રહી હોય એવુ લાગી રહ્યુ છે. ઠંડ ઓછી થઇ ગઇ છે અને ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત આખા ઉત્તર ભારતમાં હવે ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધતો દેખાઇ રહ્યો છે. ફેબ્રુઆરીમાં હવે પારો હવે ઝડપથી ઉપર વધી રહ્યો છે. અત્યારે દિવસે સવારે અને સાંજે અલગ અલગ વાતવારણ જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવામાનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે.
હવામાનના ઝડપી ફેરફારની વચ્ચે હવામાન વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, આ વખતે માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વખતે વધુ પડતા તાપ પહેલા પાક પાકી શકે છે. ગયા વર્ષે માર્ચેમાં જ આવેલું હવામાન ફેરફાર અત્યારે જ ફેરફાર થવા લાગ્યુ છે. આવામાં આ સિઝનનો પાક ઘઉં ફૉર્સ મેચ્યૉરિટીનુ શિરાક થઇ શકે છે. આ પાકોનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થશે. CSAના હવામાન વિભાગે છેલ્લા પાંચ દાયકાઓના ડેટાનું અધ્યન કર્યુ છે.
ફેબ્રુઆરીમાં ચઢશે પારો -
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભના કારણે પ્રદેશમાં અગામી અઠવાડિયે હવામાન શુષ્ક રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે, રાજ્યોમાં હવે ધીમે ધીમે પારો ઉપર ચઢવાનો શરૂ થઇ ગયો છે.
આગામી અઠવાડિયે અધિકત્તમ અને ન્યૂનત્તમ તાપમાનમાં થોડુ પરિવર્તન જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે પારો ન્યુનત્તૂમ 15 ડિગ્રી સેલ્સીયસ રહી શકે છે, તો વળી, અધિકત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન દર્શાવવામાં આવ્યુ છે. ફેબ્રુઆરીના અંત સુધી ગરમીમાં રાહત મળવાની સંભાવના નથી.
Weather Update: આ રાજ્યોમાં આકરા તાપે ગરમીમાં કર્યો વધારો, જાણો આજના હવામાનની સ્થિતિ
Weather Forecast: રાજધાની દિલ્હીમાં આ દિવસોમાં તાપમાનમાં સતત એકથી બે ડિગ્રીનો વધારો થતો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં જ્યાં તાપમાન 23થી 24 ડિગ્રીની આસપાસ હતું ત્યાં રવિવારે (12 ફેબ્રુઆરી) દિલ્હીનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં પવન પણ ફૂંકાઈ શકે છે. જો કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના સ્તરમાં કોઈ સુધારો થયો નથી. રવિવારે પણ હવાની ગુણવત્તાનું સ્તર 183 નોંધાયું છે. તે જ સમયે, દેશના મોટાભાગના રાજ્યોમાં આકરા તાપને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
તાપમાનમાં થશે વધારો
ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સાથે રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 14 °C અને મહત્તમ તાપમાન 30 °C છે, મધ્ય પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 12 °C અને મહત્તમ તાપમાન 32 °C છે, લખનૌમાં લઘુત્તમ તાપમાન 12 °C છે. અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ છે, બિહારમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ છે અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો છે. જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થશે ત્યારે ઠંડી વધી શકે છે.