શોધખોળ કરો

સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત પોલીસને મોટી સફળતા મળી હતી. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવતા ત્રણ આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી હતી

સુરત પોલીસને મોટી સફળતા મળી હતી. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવતા ત્રણ આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી હતી. બનાવટી નોટો ડિલિવરી કરવા આવેલા ત્રણ ઝડપાયા હતા. 200 અને 500ના દરની બનાવટી નોટોના બંડલ ઝડપાયા હતા. આરોપીઓ મહારાષ્ટ્રના અહેમદનગરના છે. પોલીસે તેમની પાસેથી અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અસલી ચલણી નોટોની સાથે બનાવટી નોટો મુકીને આરોપીઓ બેન્ક સહિતની અલગ અલગ જગ્યા પર છેતરપિંડી આચરતા હતા.  નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી જ્યારે અંદર બનાવટી ચલણી નોટો રાખીને લોકોને છેતરતા હતા. માહિતીના આધારે સારોલી પોલીસે દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે અને રાહુલ બોનું વિશ્વકર્મા નામના આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી પોલીસે અસલી અને બનાવટી મળી 500ના દરની એક હજાર નોટોના કુલ 43 બંડલ જપ્ત કર્યા છે. જેમાંથી 500ના દરની કુલ 86 નોટ અસલી જ્યારે 42 હજાર 914 બનાવટી નોટો હતી. જ્યારે 200ના દરના 21 બંડલમાં કુલ 42 અસલી જ્યારે 20 હજાર 958 બનાવટી નોટો, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ મહારાષ્ટ્રના અહેમદનગરથી ચલણી નોટોના બંડલો જેમાં ઉપર અસલી અને અંદર બનાવટી નોટોના બંડલો બનાવી બેગોમાં મુકીને નીકળ્યા હતા. આ ત્રણેય અંત્રોલી ગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા આવતા હતા. ત્યારે જ પોલીસે કોર્ડન કરીને ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં આરોપીઓએ મહારાષ્ટ્રના અહેમદનગરના રાહુલ કાલે પાસેથી એક અઠવાડિયા પહેલા સંપર્ક થયો હોવાની કલૂબાત કરી હતી. સાથે જ સુરત શહેરમાં મોટી મોટી માર્કેટ હોવાથી 200 અને 500ના દરની અસલ અને બનાવટી નોટોના બંડલ બનાવીને મુંબઈમાં આપ્યા હતા. પ્લાન મુજબ 13 ડિસેમ્બરની રાત્રે આશરે સાડા નવ વાગ્યે રાહુલ કાલેએ વિલેપાર્લે બસ સ્ટેશન પર નોટોના બંડલો ભરેલ બેગ આપી ગયો હતો. મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સાથે જ રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટો લાવ્યો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો

નકલી માર્કશિટથી બોગસ તબીબોના કૌભાંડ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી ત્રણ વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. જ્યારે બીજાએ એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. એટલુ જ નહીં, બીજા બોગસ વિદ્યાર્થીએ તો પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને નકલી લેટર પણ લખ્યો હતો. જો કે અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે. જેમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે. પકડાયેલ તમામ નકલી માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાની હોવાનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થીએ NIOSની ધોરણ 12ની બોગસ માર્કસીટથી નીટની પરીક્ષા આપી હતી. જેના સ્કોરથી જ ભરૂચની મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ એમબીબીએસનો બે વર્ષનો અભ્યાસ કર્યો હતો. બાદમાં યુનિવર્સિટીએ ખરાઈ કરતા તેનો ભાંડો ફુટતા પ્રવેશ રદ કરાયો હતો. રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીથી બે વિદ્યાર્થીઓએ એલએલબીમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જો કે સનદ મેળવવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેથી યુનિવર્સિટીએ શ્રીધર યુનિવર્સિટીથી આવનારા વિદ્યાર્થીઓની તપાસ કરીને 15 જેટલા બોગસ વિદ્યાર્થી પકડી પાડ્યા હતા.

સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં આરોપીનું નિકળ્યું કૉંગ્રેસ કનેક્શન, જાણો વિગતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Embed widget