શોધખોળ કરો
Advertisement
સિયાચિન પહોંચ્યા સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે, નાસ્તા પર જવાનો સાથે કરી ચર્ચા
સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ સિયાચિન યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
સિયાચિન: સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે ગુરૂવારે સિયાચિન પહોંચ્યા હતા. સેના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ જનરલ નરવણે પ્રથમ વખત અહીં પહોંચ્યા હતા. મુકુંદ નરવણેએ જવાનો સાથે નાશ્તા પર ચર્ચા કરી હતી. સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ સિયાચિન યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમની સાથે ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ કહ્યું, અમે જાણીએ છીએ કે અહીં તૈનાત દરેક જવાન ખૂબ જ વિષમ પરિસ્થિતિઓમાં કામ કરે છે. અમે એ નિશ્વિત કરવાના પૂરતા પ્રયત્નો કરીશું કે જવાનો માટે જે કંઇ પણ જરૂરી છે તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમને વધુ સારા કપડાં અને રાશન બધુ આપવામાં આવે. પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવતના રાજીનામા બાદ નરવણેએ 31 ડિસેમ્બરના 28માં સેના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે.World's Highest & Coldest Battlefield
Gen M M Naravane #COAS #IndianArmy visits forward posts in #Siachen Glacier. COAS paid homage at War Memorial, interacted with soldiers, assessed & reviewed the operational preparedness.#NationFirst https://t.co/oVZzZ5u0DL — ADG PI - INDIAN ARMY (@adgpi) January 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement