શોધખોળ કરો
Advertisement
અરુણાચલમાં ભારતીય સૈન્યના યુદ્ધ અભ્યાસનો ચીને કર્યો વિરોધ
25 ઓક્ટોબરના રોજ ખત્મ થઇ રહેલા યુદ્ધ અભ્યાસ તવાંગ પાસે અરુણાચલ પ્રદેશમાં અનેક તબક્કાઓમાં કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય સૈન્યએ અરુણાચલ પ્રદેશમાં પોતાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ‘હિમ વિજય’ આયોજીત કર્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં આ પ્રકારની આ પ્રથમ અભ્યાસ છે પરંતુ ચીને તેનો વિરોધ કર્યો છે. કારણ કે અરુણાચલપ્રદેશનો એક મોટો હિસ્સો તે દક્ષિણ તિબ્બતનો હિસ્સો માને છે. વાસ્તવિક નિયંત્રણ રેખાથી 100 કિલોમીટર દૂર ત્રણ યુદ્ધ જૂથ (પ્રત્યેકમાં 4 હજાર સૈનિક સામેલ છે) 14 હજાર ફૂટ ઉંચાઇ પર થઇ રહેલા યુદ્ધ અભ્યાસમાં ભાગ લઇ રહ્યા છે. 25 ઓક્ટોબરના રોજ ખત્મ થઇ રહેલા યુદ્ધ અભ્યાસ તવાંગ પાસે અરુણાચલ પ્રદેશમાં અનેક તબક્કાઓમાં કરવામાં આવી રહ્યો છે.
આ અભ્યાસ એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી ઔપચારિક બેઠક માટે ભારતનો પ્રવાસ કરશે. આ બેઠક મહાબલીપુરમમાં યોજાય તેવી સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ચીની રાષ્ટ્રપતિ શીનો પ્રવાસની પૂર્વ તૈયારી માટે અહી આવેલા ચીની ઉપવિદેશ મંત્રી લુઓ ઝાઓહુઇએ ગુરુવારે વિદેશ સચિવ વિજય ગોખલે સાથે મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ શીની ભારત આવવાની તારીખની જાહેરાત થઇ નથી.
કાશ્મીરના મુદ્દા પર ભારત-ચીન સંબંધોમાં તણાવ વચ્ચે તેમનો આ પ્રવાસ થઇ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર બીજિંગે પોતાના સારા મિત્ર પાકિસ્તાનનો પક્ષ લેવાનો નિર્ણય કર્યો છે. ચીની વિદેશમંત્રી વાંગ યીએ છેલ્લા સપ્તાહ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement