(Source: ECI/ABP News/ABP Majha)
Indian National Parks: કાઝીરંગાથી જિમ કાર્બેટ નેશનલ પાર્ક સુધી, ઉનાળામાં દેશના આ નેશનલ પાર્કમાં જઇ શકો છો ફરવા
Indian National Parks: આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા માટે ક્યાંક ફરવાનું પ્લાન કરે છે.
Indian National Parks: શિયાળાની ઋતુ બાદ હવે વસંતઋતુ આવી ગઈ છે અને હવે ગરમીમાં ધીમે ધીમે વધારો થશે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા માટે ક્યાંક ફરવાનું પ્લાન કરે છે. મોટાભાગના લોકો પહાડી વિસ્તારોમાં જાય છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે મેદાની વિસ્તારોમાં પણ જઈ શકો છો, જ્યાં તમારો થાક દૂર થશે અને મુસાફરીની મજા પણ આવશે. હા, અમે વાત કરી રહ્યા છીએ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનની. આ ઉનાળામાં તમે દેશના પ્રખ્યાત વાઇલ્ડ નેશનલ પાર્ક અથવા ભારતીય નેશનલ પાર્કમાં જઈ શકો છો જે તમને એક અલગ અનુભવ આપશે. શું તમે જાણો છો કે કયા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવી છે?
કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ
આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક એકદમ અનોખું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન દુર્લભ એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે જે વિશ્વમાં ગેંડાની સૌથી મોટી પ્રજાતિ છે. તમે ઉનાળાની ઋતુમાં અહીં મુલાકાત લઈ શકો છો.
જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ એ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એશિયન હાથી, બંગાળ વાઘ, ગ્રેટ હોર્નબિલ અને ઘણી અદભૂત પ્રજાતિઓનું ઘર છે. તે દિલ્હીથી ખૂબ જ નજીક છે અને ભાગ્યે જ 5 કલાક દૂર છે. સહેલાઈથી અહી પહોંચી શકાય અને અને વન્યજીવનનો આનંદ માણવા માટે એક ઉત્તમ સ્થળ છે.
કર્ણાટકના લીલાછમ રાજ્યમાં નાગરહોલ એ બીજું રત્ન છે. તે મૈસુર પઠાર અને તમિલનાડુના નીલગીરી પર્વતોની વચ્ચે આવેલું છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખજાનો છે. વાઘ અને ચિત્તાથી લઈને એશિયન હાથીઓ સુધી અહીં જોવા મળે છે.
રણથંભોર નેશનલ પાર્ક, રાજસ્થાન
જો તમને વન્યજીવનમાં રસ હોય તો રાજસ્થાનમાં આવેલું રણથંભોર એ ભારતમાં ફરવા જેવું સ્થળ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું ઘર છે અને મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.
કાન્હા નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશ
કાન્હા નેશનલ પાર્ક વન પ્રેમીઓ માટે છે. જંગલી બિલાડીઓ ઉપરાંત, કાહના હરણ પણ મોટી સંખ્યામાં છે. કાન્હા આદિવાસી સમુદાયોથી ઘેરાયેલો છે જેઓ એક સમયે જંગલોની અંદર રહેતા હતા અને હવે તેની આસપાસના વિસ્તારોમાં રહે છે.
ગીર નેશનલ પાર્ક, ગુજરાત
એશિયાટિક સિંહોને તેમના કુદરતી રહેઠાણમાં જોવા માટે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લો. સમગ્ર સીઝન દરમિયાન અહીં ઘણી સફારીઓ હોય છે અને મોટાભાગના પ્રવાસીઓને સિંહ જોવા મળી જાય છે.
માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક, આંદમાન અને નિકોબાર
આંદમાન અને નિકોબાર ટાપુઓનો આ ઉદ્યાન ભારતના કેટલાક સૌથી સુંદર દરિયાકિનારા તેમજ માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્કનો આનંદ માણવાની તક આપે છે. તે મગર, કરચલા, કાચબા અને ઘણાં વિવિધ પ્રાણીઓનું ઘર પણ છે.