શોધખોળ કરો
Advertisement
સ્કોર્પીન શ્રેણીની પાંચમી ન્યૂક્લીયર સબમરીન ‘Vagir’ લોન્ચ, જલ્દી જ નૌસેનામાં થશે સામેલ
આ સીરીઝની 4 સબમરીનમાંથી INS કલવરી, INS ખંડેરી, નૌસેનામાં સેવા આપી રહી છે. જ્યારે કરંજ અને વેલાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પાંચમી સબમરીન વગીર હિંદ મહાસાગરમાં ઉતારતા જ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે.
મુંબઈ : રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે સ્કોર્પીન શ્રેણીની પાંચમી સબમરીન ‘વગીર’ આજે લોન્ચ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ડિઝલ ઈલેક્ટ્રિકલ સબમરીન ‘વગરી’ એક સ્વદેશી સબમરીન છે. જે મેક ઈન ઈન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટ 75 હેઠળ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા કરારમાં 6 સ્કૉર્પીન શ્રેણીની સબમરીનનું નિર્ણાણ કરવાનું લક્ષ્ય છે. જેને મઝગાંવ ડૉક લિમિટેડ બનાવી રહ્યું છે.
આ સીરીઝની 4 સબમરીનમાંથી INS કલવરી, INS ખંડેરી, નૌસેનામાં સેવા આપી રહી છે. જ્યારે કરંજ અને વેલાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પાંચમી સબમરીન વગીર હિંદ મહાસાગરમાં ઉતારતા જ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે. જ્યારે છઠ્ઠી સબમરીન વગશીરનું નિર્માણ કાર્ય શરુ થઈ ગયું છે. વર્ષ 2022 સુધી તમામ સ્કોર્પીન ક્લાસ સબમરીન નૌસેનામાં સામેલ કરવાનું લક્ષ્ય છે.
વગીર સબમરીનની શું છે ખાસીયત
આધુનિક ફીચર્સ અને સટીક નિશાનની ક્ષમતાવાળી સ્કોર્પીન સબમરીન વગીર દુશ્મનોને ચકમો આપી નિશાન લગાવી શકે છે. તેની સાથે ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલોથી હુમલા પણ કરી શકે છે. યુદ્દની સ્થિતિમાં વગીર સમબમરી તમામ પ્રકારની અડચણમાં સુરક્ષિત છે.
-વગીર સબમરીન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી અને 1565 ટન વજન ધરાવે છે.
-સ્પેશિયલ સ્ટીલથી બનેલી સબમરીન હાઈ ટેન્સાઈલ સ્ટ્રેન્થ છે. જે પાણીના વધુ ઊંડાઈમાં જઈને પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.
-સ્ટીલ્થ ટેક્નોલોજીની તે રડારની પકડમાં નહીં આવતી. કોઈ પણ મોસમમાં કાર્ય કરવાની ક્ષમતા છે.
- આ સબમરીન 350 મીટર સુધી પાણીમાં અંદર જઈને દુશ્મનને શોધી શકે છે. તેની ટોપ સ્પીડની વાત કરીએ તો 22 નોટ્સ એટલે કે 40 કિમી પ્રતિ કલાક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement