Indian Railways: કુંભ મેળા માટે રેલવે તૈયાર, 800થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવાનું એલાન, 15 કરોડ શ્રદ્ધાળુઓ..
Kumbh Mela Special Trains: ભારતીય રેલ્વેએ કુંભ મેળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલ્વે મંત્રીએ કહ્યું છે કે 800થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
Kumbh Mela Special Trains: કુંભ મેળાને લઈને રેલ્વેની તૈયારીઓ હવેથી તેજ થઈ ગઈ છે. રેલવેએ શ્રદ્ધાળુઓને લાવવા અને લઈ જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની પણ યોજના બનાવી છે. દેશના ખૂણે-ખૂણેથી મુસાફરોને કુંભ મેળામાં લઈ જવા માટે 800થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે.
Kumbh Mela 2025: Indian Railways commences Rs 837-cr project, 800 Mela special trains in the offing#kumbhmela#kumbhmela2025#UttarPradesh@PrayagrajKumbh@RailMinIndia@RailwayNorthern@CPRONCR@nerailwaygkphttps://t.co/lRXCYuX8T2
— Financial Express (@FinancialXpress) June 18, 2023
કુંભ માટે 800થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું એલાન
શનિવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં કંટ્રોલ ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કુંભ મેળાની વ્યવસ્થા અંગે રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું કે જાન્યુઆરી 2025ના 6 મુખ્ય સ્નાન દિવસ માટે 800થી વધુ મેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. 15 કરોડથી વધુ લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
15 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
કુંભ-2025માં 15 કરોડથી વધુ યાત્રાળુઓ આવે તેવી અપેક્ષા છે. ROB/RUB અને NR, NCR અને NER દ્વારા કરવામાં આવનાર મુસાફરોની સુવિધાઓ સહિત વિવિધ કામો માટે રૂ. 837 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે NCR, NER અને NRના કુલ નવ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.
And poor children are denied scholarships. UP Allocates Rs 2,500 Crore In Budget For Maha Kumbh Mela 2025https://t.co/FVO29XagXj
— Subhashini Ali (@SubhashiniAli) February 22, 2023
ટ્રેનોની અવરજવરની સલામતી અંગે આપવામાં આવેલી સૂચનાઓ
રેલવે મંત્રીએ કંટ્રોલ ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું હતું અને કંટ્રોલ ઓફિસના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનની અવરજવરની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપી અને કહ્યું કે તેની સાથે બાંધછોડ ન કરવી જોઈએ. સાથે જ જાળવણી, સ્વચ્છતા અને અન્ય સમસ્યાઓને યોગ્ય રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉનાળાની વિશેષ ટ્રેનો
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કુંભની તૈયારીઓ સંબંધિત તમામ કામ સમયસર પૂર્ણ થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રેલવે હાલમાં ઉનાળા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ ઉપરાંત, તે સમયાંતરે વિશેષ ટ્રેનોનું સંચાલન કરે છે, જેથી લોકોને મુસાફરીમાં અસુવિધાનો સામનો ન કરવો પડે.