કોવિશીલ્ડના બંને ડોઝ લીધા હોવા છતાં પણ રહેવું પડશે ક્વોરોન્ટાઇન? જાણો શું છે મામલો
Travel Restrictions For Indians:યુરોપમાં એક ડઝનથી વધુ દેશ કોવિશીલ્ડને માન્યતા આપી ચૂક્યાં છે પરંતુ બ્રિટેન કોવીશિલ્ડના બંને ડોઝ લીધેલ વ્યક્તિને પણ ફુલી વેક્સિનેટ માનવાથી ઇન્કાર કરી દીધો છે.
![કોવિશીલ્ડના બંને ડોઝ લીધા હોવા છતાં પણ રહેવું પડશે ક્વોરોન્ટાઇન? જાણો શું છે મામલો Indian travellers vaccinated with covishield will have to undergo 10 days of quarantine in uk કોવિશીલ્ડના બંને ડોઝ લીધા હોવા છતાં પણ રહેવું પડશે ક્વોરોન્ટાઇન? જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/17/422554257e797cff5ff8ec6bcaf7f611_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Travel Restrictions For Indians:યુરોપમાં એક ડઝનથી વધુ દેશ કોવિશીલ્ડને માન્યતા આપી ચૂક્યાં છે પરંતુ બ્રિટેન કોવીશિલ્ડના બંને ડોઝ લીધેલ વ્યક્તિને પણ ફુલી વેક્સિનેટ માનવાથી ઇન્કાર કરી દીધો છે.
કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલી વ્યક્તિને પણ બ્રિટેન ફુલી વેક્સિનેટ નહી માને. બ્રિટેનનો પ્રવાસ કરનાર ભારતીયને દેશમાં એન્ટ્રી બાદ 10 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. આ નિયમ 4 ઓક્ટોબરથી લાગૂ થઇ રહ્યો છે. જો કે બ્રિટેનના આવા નિયમ અને વલણથી ભારત નારાજ છે. યૂકે અમેરિકા,યુરોપ સહિતના કેટલાક દેશોએ વેક્સિનેટ લોકોને યાત્રાની અનુમતિ આપી છે પરંતુ ભારતીયોને નથી અપાઇ, ભારતે અનેક વખત વેક્સિનેટ લોકોની યાત્રા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રી જયશંકર પણ આ મુદ્દે બ્રિટિશ સરકાર સાથે વાત કરી ચૂક્યાં છે.
યૂકેના યાત્રાના નવા નિયમો શું છે?
- ઓક્સફર્ડ –એસ્ટ્રેજેનેકા, ફાઇઝર અથવા મોર્ડના વેક્સિનના બંને ડોઝ ફુલી વેક્સિનેટ મનાશે.
- સિંગલ શોર્ટ જોનસન એન્ડ જોનસનો ડોઝ લેનારને ફુલી વેક્સિનેટ મનાશે.
- એવી વેક્સિન જેન અમેરિકા, યુરોપના દેશોમાં મંજૂરી મળી હોવી જોઇએ.
નવા નિયમો મુજબ: ઓસ્ટ્રેલિયા, અંટીગા એન્ડ બારમૂડા, બારબડોસ, બ્રુનેઇ, કેનેડા, ડોમિનિકા, ઇઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા,ન્યુઝિલેન્ડ, કતર, સાઉદી અરબ, સિંગાપુર, સાઉથ કોરિયા, તાઇવાનમાં વેક્સિન લગાવેલા લોકોને ફુલી વેક્સિનેટ માનવામાં આવશે.ભારત બ્રિટેન પર કોવીશિલ્ડના બંને ડોઝ લીધેલા વ્યક્તિને ફુલી વેક્સિનેટ તરીકે માન્યતા આપવા માટે દબાણ કરી રહ્યું છે.
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 80,85,69,144 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 37,78,296 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)